________________
(२९) जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते ।
जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ।। અર્થ: કેવો ભયાનક છે આ સંસાર ! જે સંસાર જન્મ, ઘડપણ અને મોતના
ભયથી ત્રાસ પમાડનાર છે. રોગો અને વેદનાઓથી ગ્રસ્ત છે. આવા આ સંસારમાં મારું રક્ષણ કોણ કરે? કોણ મને શરણ આપે? એક
માત્ર જિનેશ્વરદેવોનું વચન-આજ્ઞા એ જ મારે શરણ છે. (३०) संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च ।
त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कार्ये ।। અર્થ : આત્મન્ ! તને ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો ખૂબ
સતાવે છે. ખરું ને ? તું એક કામ કર. તારામાં આ કષાયો કયા નિમિત્તે જાગે છે ? એ તું બરાબર વિચારીને શોધી કાઢ. અને શું કરવાથી એ કષાયો શાંત થઈ જાય ? એ પણ તું બરાબર વિચાર. અને પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક એ કષાયોદયના
નિમિત્તોનો ત્યાગ અને કષાયશાન્તિના નિમિત્તોનું સેવન કર. (३१) दशविधधर्मानुष्ठायिनः सदा रागद्वेषमोहानाम् । .
दृढरूढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ।। અર્થ : જે સાધુઓ સત્ય, ક્ષમા, માદવ, શૌચ, સંગત્યાગ, સરળતા,
બ્રહ્મચર્ય, મુક્તિ, તપ અને સંયમ-આ દસ પ્રકારના ધર્મોનું સમ્યક સદા માટે પાલન કરે છે તે સાધુના રાગ-દ્વેષ-અજ્ઞાન આ ત્રણ દોષો ભલે ગમે તેવા દઢ હોય, ભલે ખૂબ રુઢ થયેલા હોય, ભલે ગાઢ હોય તો પણ અલ્પકાળમાં જ તે ત્રણે ય દોષો શાંત પડી જાય છે, નાશ
પામે છે. (३२) प्रवचनभक्तिः श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नैः ।
वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ।। અર્થ : મોક્ષપ્રાપ્તિ માટેનો માર્ગ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય ! એ
વૈરાગ્યમાર્ગ તરફ જીવને સદ્ભાવ જાગે, એનો જીવને બોધ થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય અને એ વૈરાગ્યમાર્ગમાં જીવ સ્થિર બને, પાછો
નનનનનનનનન
+નનનનનનનનન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨