________________
માંસ જે રીતે ખાય એ રીતે સાધુએ સંયમપાલન ખાતર આહાર
વાપરવો. (२५) गुणवदमूर्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन ।
दारूपमधृतिना भवति कल्प्यमास्वाधमास्वाधम् ।। અર્થ : સારી, ગુણકારી, સ્વાદિષ્ટ વસ્તુ મળે તો એમાં મૂછ ન કરવી. અને
અણગમતી-અણભાવતી વસ્તુ મળે તો એમાં દ્વેષ પણ ન કરવો. જેમ લાકડાને કાપો કે રંગો, લાકડું કોઈ રાગ-દ્વેષ ન કરે એમ સાધુએ પણ
રાગ-દ્વેષ વિના જ કલ્પનીય વસ્તુઓ વાપરવી. (२६) ग्रन्थः कर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च ।
तज्जयहेतोरशठं संयतते यः स निर्ग्रन्थः ।। અર્થ: આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અવિરતિ, દુષ્ટ મન, વચન, કાયાના
યોગો એ ગાંઠ કહેવાય. આ બધા ઉપર વિજય મેળવવા માટે જે
કપટરહિત બની સમ્યફ પ્રયત્ન કરે તે આત્મા નિર્ચન્થ કહેવાય. (२७) यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् ।
कल्पयति निश्चये यत्तत्कल्प्यमकल्प्यमवशेषम ।। અર્થ : આહાર, વસ્ત્રાદિ જે કોઈપણ વસ્તુ આત્માના જ્ઞાન, શીલ, તપને
ઉપકારી બને, દોષોનો નિગ્રહ કરનારી બને એ બધી જ વસ્તુ કલ્પનીય છે. (ભયંકર માંદગીમાં આસક્તિ વિના આધાકર્મી દવાઓ) પણ જ્ઞાનાદિ ઉપર ઉપકાર કે દોષોનો નિગ્રહ ન કરનારી બધી જ વસ્તુ અકથ્ય છે. (આસક્તિ પોષવા લીધેલો નિર્દોષ કેરીનો
રસ.) (२८) तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्यं भवति सर्वथा यतिना ।
नात्मपरोभयबाधकमिह यत्परतश्च सर्वाद्धम् ।। અર્થ : ઓ મુનિવર ! તું હંમેશા એ જ વિચારજે, એ જ વાણી બોલજે, એ
જ કાર્યો કરજે કે જે તારા આત્માને, બીજાઓને કે બે ય ને અહિતકારી ન બને. આ લોકમાં કે પરલોકમાં સર્વ કાળ માટે કોઈના ય અહિતનું કારણ ન બને.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)