________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જૈન રામાયણ પામતો ગયો. એક દિવસ ચિત્રસુંદરીના ચિત્તમાં એક ઇચ્છા પ્રગટી. મનોરથ. ખૂબ જ ખરાબ હતો. ઘણા કષ્ટ એ પૂર્ણ થઈ શકે એવો અને કોઈને કહી શકાય નહિ એવો! ચિત્રસુંદરીની કેળકોમળ કાયા કૃશ બનતી ચાલી. નથી એ સુખેથી ખાતી, નથી એ સુખેથી સૂતી કે નથી એ સુખેથી ફરતી.
સહસાર રાજા પણ ચિંતાતુર બની ગયો. અંતઃપુરમાં આવી ચિત્રસુંદરીને પૂછયું :
પ્રિય! કેમ સંતાપમાં તે શેકાઈ રહી છે? કોઈ મૂંઝવણ તને પીડી રહી છે? દિલ ખોલીને વાત કર.'
“ના, ખાસ કંઈ નથી.” “એવું બને જ નહિ, ચિંતા વિના આમ દેહ સુકાઈ જાય ખરો?'
વાત સાચી છે પણ..' ચિત્રસુંદરીનું મસ્તક નમી ગયું. પગના અંગૂઠાથી તે ભૂમિ ખોતરવા લાગી. “તો કહેતાં શા માટે અચકાય છે?' રાજાએ નિકટમાં આવી પૂછયું. વાત કહી શકાય તેવી નથી.” મારાથી પણ છુપાવવાની છે?' છુપાવવી તો નથી પણ...' ‘પણ શું?'
જીભ ઊપડતી નથી. લજ્જાથી મરી પડું છું.' ‘તું નહિ કહે ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી.' તો તો બહુ સરસ!'
ખાવા-પીવાનું પણ બંધ. આ આપણે તો ભગવાનનું નામ જપતા બેઠા! જ્યાં સુધી ન કહેવું હોય, ત્યાં સુધી ન કહેતી!
રાજાના અતિ આગ્રહ આગળ ચિત્રસુંદરીનો પરાજય થયો. ન છૂટકે તેને પોતાનો આંતરિક મનોરથ કહેવો પડ્યો,
ઇન્દ્ર સાથે ભોગ ભોગવવાનો મલિન મનોરથ જ્યારથી મને પ્રગટ્યો છે, ત્યારથી મારું મન ખૂબ જ વ્યાકુળ રહે છે.”
કહેતાં શું કહી તો દીધું, પણ સહસારના શું પ્રત્યાઘાતો પડશે? તેની કલ્પનાથી તે ધ્રૂજી ઊઠી.
For Private And Personal Use Only