________________
જૈન પરંપરાને ઈતિહાસ કહીની પહાડી પર હંમેશાં દૂધ ઝરી આવતી હતી, એ વાતની શરમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે તે જમીનમાંથી ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી અને તેની પ્રતિષ્ઠા માટે વીર સં. ૭૦ મહા સુદ ૫ ગુરુવારના બ્રાહ્મ મુહૂર્ત પ્રતિષ્ઠા લગ્ન નિરધાર્યું. શ્રી કારંટાના સંઘે પણ તે જ લગ્નમાં કારંટામાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવવાને નિરધાર કર્યો. આથી આચાર્ય મહારાજે બંને સ્થાને એક જ લગ્નમાં ભગ વાન મહાવીરૂવામીની પ્રતિષ્ઠા કરી અને આ ચામત્કારિક ઘટનાથી જે ધર્મની મોટી પ્રભાવના કરી. ત્યાર પછી આચાર્ય મહારાજે કરંટામાં જઈ મુનિ કનકપ્રભજીને આચાર્ય પદવી આપી, તેનાથી
કેરેટાગચ્છ” ચાલ્યો અને વીર સં. ૭૭ મહા સુદ ૫ ને દિવસે એસિયામાં ત્યાંના રાજા એ બનાવેલા મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. તેની દેવકુલિકામાં સચિકાદેવીની પણ પ્રતિષ્ઠા કરી. પરદેશી હુમલાઓ વખતે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બીજે લઈ જવામાં આવી હતી એટલે તેને સ્થાને પાછળથી સચિકાને બેસાડવામાં આવી છે.
વળી એક દિવસે એક ધનાઢય બ્રાહ્મણના પુત્રને સાપ કરડયો. તેને પણ આચાર્ય મહારાજના ચરણેદકથી આરામ થયે. આથી બાહ્ય કે જેઓ જૈનધર્મ પ્રત્યે સૂગ ચડાવતા હતા તેઓ પણ મય બની જઈ જૈનધર્મના પ્રેમી બન્યા. એકંદર આચાર્ય મહારાજે આ પ્રમાણે ૧૮૦૦૦૦ જેને બનાવ્યા અને તેઓ વીર વિ. સં. ૮૪ માં વર્ગવાસ પામ્યા.
૭. આ. શ્રીયક્ષદેવસૂરિ–તેમના એક શિષ્ય કોટા જતાં રસ્તામાં મણિભદ્રના મંદિરમાં રહ્યા હતા. ત્યાં મણિભદ્ર ઉપર પાતરાનું પાણી છાંટવાથી ગાંડા થઈ ગયા હતા. આચાર્ય મહારાજે સાધુને ઠીક કયા અને યંક્ષને પણ પ્રતિબંધ કરી પોતાનું “યક્ષદેવ”નામ સાર્થક કર્યું. સંભવતઃ તેમના ઉપદેશથી બંગાળમાં જેને થયા હતા જે આજે “સરાક” તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org