Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અધ્ધર શ્વાસ રાખી પગલાંના નિરીક્ષણને આધારે બની ગયેલી ઘટના પરના રહસ્યનો પડદો પ્રતીતિ જનક બને એ રીતે ઊંચકે છે.
કલાવતી સતીની કથામાં જંગલમાં રહેલી ગર્ભવતી સતીના કપાયેલ કાંડા પાછા આવી જાય છે. ચંદનબાળા જ્યારે પ્રભુને વ્હોરાવે છે ત્યારે મુંડન થયેલી આ સ્ત્રી સુંદર રૂપવાળી બની જાય છે. પંચ દિવ્ય પ્રગટે છે. આ ચમત્કાર જ છે. આ ઉપરાંત જૈનકથાનકોમાં સ્વપ્ન દર્શન, નિમિત્તજ્ઞ દ્વારા તેનું કથન અને એવા જ બાળકનો જન્મ થવો વગેરે જોવા મળે છે. ‘કથા સરિત્સાગર'માં વત્સરાજ ઉદયનને કેદ કરવા માટે ઉજ્જૈનનો રાજા ચંડપ્રદ્યોત બનાવટી હાથીની યુક્તિ લડાવે છે. અભયકુમારની કેરીના ચોરને પકડવાની કથામાં રાક્ષસ રોજ અદ્દશ્ય થવાની વિદ્યાથી ચેલ્લણાના મહેલના ઉદ્યાનમાંથી કેરી ચોરી જતો અને અંતે અભયકુમાર યુક્તિથી તેને પકડે છે. આરામશોભાની કથામાં આરામશોભા જ્યાં જાય ત્યાં બગીચો એની સાથે જાય છે આવા અલગ અલગ ચમત્કાર જૈન કથામાં પણ પ્રચુર છે.
આ ઉપરાંત જાદુઇ ચમત્કારો જેવું જ નિરૂપણ ઘણી કથામાં છે. જેમકે પ્રાણીના પેટમાં દિવસો સુધી રહીને જીવતા બહાર નીકળતાં પાત્રોની ઘટના. વાતનુકૃત જયાનંદ કેવળી રાસમાં સં.૧૯૮૬માં ગજરોગ અને કોલેરા મટાડ્યાની વાત છે. ‘વસુદેવહિંડી’ના નીલયશા લંબકમાં કૃમિ અને કોઢના ઉપચારની ઘટના છે. ગંધોદક ઉપયોગનું કથાનક હિરષેણના કથાકોષના ૧૩મા કથાનકમાં છે.
આમ કથાઓમાં અનેક ચમત્કાર જોવા મળે છે.
આડકથાઓ અને પૂર્વજન્મની કથાઓઃ
સૌ પ્રથમ આગમકાલીન કથા જોતાં તેમાં દરેક પરમાત્માના પૂર્વ ભવોના વર્ણન આવે છે. તેમના સમકિત પામ્યા પછીના ભવોની ગણતરી કરી તેની કથા આપવામાં આવી છે. એમાં ત્રીજા ભવમાં ભગવાન તીર્થંકર નામકર્મ ઉપાર્જન કેવી રીતે કરે છે તે વર્ણવ્યું છે.
આગમેતર કથાઓમાં પણ બોધ આપવા અથવા પ્રસંગને અનુરૂપ આડકથાઓ તેમજ પૂર્વ જન્મની કથાઓ આવે છે. જેમાં ‘સમરાદિત્ય ચરિત્ર'માં ગુણસેનરાજાઅગ્નિશર્માની નવ ભવોની કથા વર્ણવી છે. તેમાં ચોથા ભવમાં યશોધરચિરત્ર બહુ વિચારવા જેવું છે. લોટના લૂકડાની હિંસા પણ ભયંકર દુઃખદાયક વિપાકવાળી થાય છે. એનું અદ્ભુત વર્ણન કર્યું છે.
‘તરંગવતી’માં તરંગવતી મૂર્છિત થાય છે અને આગળના ભવનું જ્ઞાન થાય છે. કથાના અંતમાં મુનિ ભગવંત ઉપદેશ આપે છે. ત્યારે પૂર્વભવની કથાનું વર્ણન ખૂબ
38