Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 608
________________ પ્રકરણ-૫ ઉપસંહાર જ્ઞાન વિના મુક્તિ નહી રે, કિરિયા જ્ઞાનની પાસ સલુણા શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમલા ઘરવાસ સલુણા. ઉપરોકત પંક્તિમાં શ્રી શુભવીરજી કહે છે કે જ્ઞાન વિના મુક્તિ નથી. અર્થાત્ મોક્ષપદ, સિધ્ધપદ મેળવવું હોય તો જ્ઞાન એ આવશ્યક છે. વ્યવહારિક ક્ષેત્રમાં જ્ઞાન મેળવવા આગળ વધતા choice આપવામાં આવે છે. એક વ્યવસ્થા છે. સાયન્સ લાઇન, કોમર્સ લાઇન કે આર્ટસ લાઇન. એ જ રીતે આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે પરમાત્માએ choice આપી છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ. સરળતાથી તત્ત્વનું જ્ઞાન મેળવવાના હેતુથી જ્ઞાની પુરુષોએ ધર્મકથાનુયોગની રચના કરી છે. જ્ઞાન વિના કોઇપણ જીવ ભવસાગરમાં ભટક્યા કરે છે. અનાદિ કાળથી ભટકતો આત્મા અનેક યોનિમાં જન્મ લઇ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ત્યારે તેના માટે દુર્લભ એવા આ ભવમાં જ્ઞાન મેળવવું આવશ્યક છે. સૌ પ્રથમ તો આ દુર્લભતા સમજાવવા જે વ્યકિતઓએ મનુષ્યભવ મેળવી અને વધારે કર્મબંધ કરી સંસાર વધાર્યો છે. તેવા તેમજ તેનાથી વિરુધ્ધ મનુષ્યભવની દુર્લભતા સમજી સંસાર ઘટાડ્યો હોય તેવા ઐતિહાસિક કથાનકોથી આ વાત સરળતાથી સમજી શકાય. પરમાત્મા પાર્શ્વ પર ઉપસર્ગ કરનાર કમઠ આગળના ભાવમાં મનુષ્યપણું પ્રાપ્ત કર્યું ત્યારે કષાયને વશ થઈ પોતાની વૃત્તિઓ સંતોષવા માટે અવળા કામ કરે છે અને ભટકી જાય છે. છેવટે તેની પડતી થાય છે. પરમાત્મા મહાવીરનો જીવ નયસારના ભવમાં ગુરૂની ભક્તિ કરે છે અને ગુરૂ તેને દેવ-ગુરૂ અને ધર્મ સમજાવે છે. ત્યારે નયસાર શુભકર્મ કરી અને મહાવિદેહમાં જન્મ લે છે. આ રીતે મનુષ્ય ભવને સાર્થક કરે છે. “સમરાદિત્ય ચરિત્ર'માં ગુણસેન રાજાનો જીવ નવે નવ ભવમાં સમતા રાખી ગતિ સુધારે છે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્યારે અગ્નિશર્મા તાપસનો જીવ વેરની આગમાં નિયાણુ કરી ભવોભવ ગુણસેન રાજાના જીવને મારનારો બને છે. આમ, મનુષ્યભવની દુર્લભતા સમજવા આવા કથાનકો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જૈન શાસનનાં આગમ રત્નાકર સાગરમાં આવી કથાઓનો ભરપૂર ખજાનો છે. આ કથાઓને પ્રકરણ-રમાં સુંદર રીતે રજુ કરાઈ છે. જેમાં જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃત દશા, નંદીસૂત્રની કથાઓ, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ અનેક 584

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644