Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 609
________________ આગમોનો સમાવેશ થાય છે. આ આગમો ઉપદેશ પ્રધાન છે. કથા દ્વારા સુંદર રીતે ઉપદેશને ગૂંથી લેવાયો છે. સંસારમાં રહી ધર્મ સાધના કેવી રીતે કરવી એમ કોઈ આગમ કહે છે, તો કોઈ આગમ અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંચમ લઈ આત્મસાધના કરે છે તેમ સમજાવે છે. આ ઉપરાંત ભયંકર પાપી જીવો કેવી રીતે આત્મ કલ્યાણ સાધી લે છે, સંત સમાગમ, વ્યકિત પર કેવો ઉપકાર કરે છે, ભૌતિક ક્ષણ ભંગુર વસ્તુની તીવ્ર મૂછ સ્વપરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે, સુખેષ્ણુએ ત્યાગ અને સંયમરૂપ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ વગેરે અનેક બોધદાયક કથાનકો આ આગમોમાં જણાવ્યા છે. આમ, આગમકાલીન સાહિત્યમાં કથા તત્ત્વની વિપુલતા જોવા મળે છે. આગમેતર સાહિત્યમાં વસુદેવ હિડી, મહાપુરાણ, સમરાદિત્ય ચરિત્ર, ઉપદેશપદ, કુવલયમાલા, હરિવંશપુરાણ, ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર, ઉપમિતિ ભવ પ્રપંચકથા વગેરે કથા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાંથી અનેક વિષયો પર બોધ મળી રહે છે. કોઇ ગ્રંથમાં કષાયો પર વિજય કેવી રીતે મેળવવું, તે બતાવ્યું છે તો કોઇમાં દાનનું મહત્ત્વ, શીલનું મહત્ત્વ, લોભ પર વિજય મેળવવાનું, તપનું મહત્ત્વ બતાવ્યું છે. આ મહત્ત્વ બતાવવા સુંદર કથાઓ વર્ણવી છે. કથાતત્ત્વ દ્વારા આ ઉપદેશ સહેલાઇથી ઉતરી જાય છે. “પઉમચરિય” જેવો ગ્રંથ પરિવારનું મહત્ત્વ બતાવે છે અને રામ જેવા આજ્ઞાંકિત પુત્રની કથા બોધદાયક છે. આજની યુવાપેઢી પશ્ચિમના વાતાવરણથી રંગાઇ રહી છે ત્યારે સંસ્કૃતિને ટકાવનારી આવી કથાઓ તારનારી બની રહે છે. પ્રકરણ ૩માં બારમીથી અઢારમી સદીના સમયમાં રચાયેલ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમયમાં કથા રત્નકોશ, કથાકોશ પ્રકરણ, પૃથ્વીચંદ્રગુણસાગર ચરિત્ર, ભવભાવના પ્રકરણ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, જૈન મહાભારત, ધર્મરત્ન પ્રકરણ, શીલોપદેશ માલા, પ્રદ્યુમ્ન ચરિત્ર, પાંડવ પુરાણ, તરંગવતી સમ્યત્વ કૌમુદી ગ્રંથ, ઉપદેશમાળા આદિ અનેક ગ્રંથો રચાયા છે. જેમાં દરેક ગ્રંથની આગવી વિશેષતા છે. આ સમયમાં રચાયેલ ગ્રંથોમાં ત્રિષષ્ઠિ શલાકા પુરુષ એ અદ્વિતીય, અજોડ કૃતિ છે તો ભવભાવના પ્રકરણમાં બાર ભાવનાઓનું સુંદર નિરૂપણ થયું છે. જેને મહાભારતમાં કષાયોથી કેવા ખરાબ પરિણામ આવે છે, તેથી કષાય ન કરવાનો બોધ મળે છે, તો શીલોપદેશ માલામાં શીલનું મહાભ્ય છે. કુમારપાળ પ્રતિબોધમાં એક ગુરૂ સુશ્રાવકને પ્રતિબોધ કરે છે, તે સુંદર કથાઓ દ્વારા વર્ણવાયું છે. તરંગવતીની કથા પૂર્વભવની કથા છે. તેમાં સંયોગ-વિયોગ બતાવી સંસારની અસારતા રજુ કરી છે. 585

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644