Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
જાણવામાં રસ છે તેમને માટે આ પાંચ આગમમાંથી અત્યંત ઉપયોગી દષ્ટિબિંદુ પ્રાપ્ત થતા હોય છે. આ પાંચ આગમમાં મનની અડગતા, સ્થિરતા અને મનની ચંચલતા, મનની વિચિત્રતા આ બધી જ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની માનસિકતામાં વ્યક્તિ દુઃખી થાય છે, સુખ દુઃખના કારણમાં મન કેવો ભાગ ભજવે છે તેનું વિશેષ વર્ણન આ નિરયાવલિકા સૂત્રમાં આવે છે. જેમને મનોવૈજ્ઞાનિક વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું હોય તેમને માટે આ પાંચ આગમો કથારૂપે અને સાહિત્યરૂપે મનોવિજ્ઞાનના દૃષ્ટિબિંદુને ઉજાગર કરે છે. આમ આ પાંચ આગમો મનોવિજ્ઞાનને જાણવા ઉત્સુક સાધકો માટે ઉપકારક બની રહે છે.”
કોઇપણ ધર્મનું સ્વરૂપ જાણવું હોય તો એના સાહિત્યનો અભ્યાસ કરવો જોઇએ. જેથી એ ધર્મનું સંપૂર્ણ ચિત્ર પ્રાપ્ત થઈ શકે. એ ન્યાયે જૈન દર્શનની જાણકારી માટે આગમ સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. એ આગમ સાહિત્યમાંથી વર્તમાને પ્રચલિત ૧૨ ઊપાંગોમાંથી અહીં આઠમું ઉપાંગ નિયાવલિકાનું વિવેચન પ્રસ્તુત છે. નિયાવલિકા ઉપાંગ વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
“માતાના ચરણસ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતનદશામાં પરિવર્તન આવી ગયું. અતિલોભનું પરિણામ શૂન્યમાં આવે છે. “ન હાર મળ્યો ન હાથી અને ભાઇ હણાયા દસ સાથી” ઈર્ષ્યા કે મોહથી મુક્ત સ્ત્રીઓના તુચ્છ હઠાગ્રહથી માણસનું પતન થાય છે.
યુધ્ધમાં પ્રાય: આત્મ પરિણામો દૂર હોય છે. તેથી તે અવસ્થામાં મરનારા પ્રાય: નરકગતિમાં જાય છે. ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની તીવ્રતમ મૂચ્છ સ્વ-પરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે તે પ્રસ્તુત કથાનકથી જાણી શકાય છે." સૂત્ર પરિચય:- નિરયાવલિકા સૂત્ર નિરય-આવલિકા એમ બે શબ્દથી બનેલું છે. નિય એટલે નરક અને આવલિકા એટલે પંક્તિબધ્ધ. જે આગમમાં નરકમાં જવાવાળા જીવોનું પંક્તિબધ્ધ વર્ણન છે તે નિયાવલિકા છે.
આ આગમનો રચનાકાળ ભગવાન મહાવીર પછી અને આચાર્ય શ્રી ભદ્રબાહુના સમયની પૂર્વેનો હોવાનો સંભવ છે. આ આગમની ભાષા અર્ધમાગધી છે. આ સૂત્ર ગદ્યશૈલીમાં છે. ૧૧૦૯ શ્લોક પ્રમાણ છે. ૭ર ગદ્યાં છે. જેમાં પાંચ વર્ગના બાવન અધ્યયન છે.* કથા સારાંશ - આ આગમમાં નરકમાં જનારા જીવોનું ક્રમશ વર્ણન છે. પ્રાચીન મગધના ઇતિહાસને જાણવા માટે આ વર્ગ ઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્ય કાલનું વર્ણન છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌધ્ધ બંને
109