Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
- નિયાવલિકા સૂત્રઃઉપાંગ આગમ સાહિત્ય વિશે મુનિ શ્રી કન્ડેયાલાલજી કહે છે કે,
“પપાતિક સૂત્રમાં ભગવાન મહાવીરની વિશેષ ઉપદેશ વિધિનું નિરૂપણ છે. ગૌતમ ઇન્દ્રભૂતિના પ્રશ્નો અને મહાવીરના ઉત્તરોમાં જે સંવાદતત્વ વિકસેલ છે, તે કેટલીય કથાઓ માટે આધાર બને છે. નગરવર્ણન, શરીરવર્ણન વગેરેમાં આલંકારિક ભાષા તથા શૈલીનો પ્રયોગ આ ગ્રંથમાં છે.”
“રાજપ્રશ્નીય સૂત્રમાં રાજાપ્રદેશી અને કેશીકમણની વચ્ચે થયેલ સંવાદ વિશેષ મહત્વનો છે. આમાં કેટલાક કથાસૂત્રો વિદ્યમાન છે. આ પ્રસંગમાં ધાતુના વ્યાપારીઓની કથા મનોરંજક છે. ”
નિરયાવલિયા તેમજ કપ્પિયા વગેરે સૂત્રોમાં રાજા શ્રેણિક, રાણી ચેલ્લણા, રાજકુમાર કૃણિકની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. આમાં સોમિલ બ્રાહ્મણ અને સાર્થવાહ-પત્ની સુભદ્રાની બે સ્વતંત્ર કથાઓ પણ છે. વધુ સંતાનની ઈચ્છા અને તેનાથી થનારા દુઃખને આ કથામાં રેખાંકિત કરવામાં આવ્યું છે.”
પુષ્પિકા ઉપાંગમાં પોતાના સિધ્ધાંતનું મહત્ત્વ પ્રતિપાદિત કરતી કથાઓ છે. આમાં કુતૂહલ તત્વની પ્રધાનતા છે.
પુષ્પચૂલામાં દશ દેવીઓનું વર્ણન છે તેમાં પૂર્વભવનું પણ વર્ણન છે.
વૃષ્ણિદશામાં કૃષ્ણ કથાનું વિસ્તરણ છે. જેમાં નિષધકુમારની કથા આકર્ષક છે. શ્રી નિરયાવલિકાદિ પાંચ ઉપાંગ સૂત્રો વિશે ગુણવંતરાય બરવાળિયા કહે છે કે,
“શ્રેણિક રાજા, બહુપુત્રિકાદેવી, લક્ષ્મીદેવી, બળદેવ વગેરે બાવન આત્માઓના પૂર્વ પચ્ચા ભવના કથન દ્વારા કર્મ સિધ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની વિચિત્રતાનો બોધ થાય છે.
ભગવાન મહાવીરના સમયમાં રાજાઓ કેવા પ્રકારના હતા, રાજશૈલી કેવા પ્રકારની હતી, ભરપૂર ભોગ સૂત્રો વચ્ચે પણ આ રાજાઓ ભગવાનના સંપર્કમાં આવીને પૂર્ણપણે યોગી પુરુષની દશામાં કેવી રીતે આવતાં હતા, તેનું વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આપવામાં આવ્યું છે.
આ સૂત્રમાં આપણી ઇચ્છાઓ આપણા માટે કેવી રીતે દુઃખકારક બને છે તે બહુપુત્રિકાની વાર્તા દ્વારા મળે છે. ભગવાન મહાવીરના આ પાંચ આગમો ઉત્તમપણે આપણી આંતરિક મનોવૃત્તિઓના દર્શન કરાવે છે. જેમને માનવીય સાયકોલોજી
108