Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોત, તો આજે પણ ભગવાનનું શાસન કોઇ અજબ પ્રકારના પ્રભાવનો પ્રસાર કરનારૂં બનેલું હોત. ઘણો ભાગ જો એવો હોત, તો ચતુર્વિઘ શ્રીસંઘની જાહોજલાલી કોઇ જાદી જ જોવાને
મળત.
આ પ્રસંગ લેવાનો હેતુઃ
શ્રી અભયકુમારના આ પ્રસંગને આપણે એટલા માટે પહેલાં લીધો છે કે-શ્રી અભયકુમારે દીક્ષા લીધા બાદ જે પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે પરિસ્થિતિમાંથી શ્રી હલ્લ વિહલ્લને સેચનક હાથી મળવાનો પ્રસંગ બન્યો છે. સેચનક હાથીને મહારાજા શ્રી શ્રેણિકે પોતાનો પટ્ટહસ્તિ જ બનાવ્યો હતો. પણ સંયોગો એવા ઉભા થયા કે-એમણે તે હાથી હલ્લ-વિહલ્લને આપી દીધો. એ વાત ઉપર આવવાને માટે જ આ વાત છે.
‘રાજ્ય લેવું કે નહિ?’ એનો ભગવાનને પૂછીને નિર્ણય કરવાનો વિચારઃ
હવે શ્રી અભયકુમારે કર્યું શું? તે સમયે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા હતા. એટલે શ્રી અભયકુમારે ભગવાનને પૂછીને જ, ‘પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?’-એનો નિર્ણય કરવાનો વિચાર રાખ્યો.
આથી એમ સમજતા નહિ કે-ભગવાન કહે તો રાજ્ય લેવું, એવો શ્રી અભયકુમારને વિચાર હતો !
ભગવાન તે વળી રાજ્યને ગ્રહણ કરવાનું કહેતા હશે? ભગવાન રાજ્યને લેવાનું કહે કે રાજ્યને પણ છોડવાનું કહે? મહારાજા શ્રી ભરત જેવા પણ સમજે કે- એટલે કે-‘રાખ્યું મવતરોર્લીન’-‘રાજ્ય સંસાર રૂપી વૃક્ષનું બીજ છે’ અને ભગવાન એવા રાજ્યને લેવાનું કહે, એ બને? ભગવાનની વાત તો દૂર રહી, પણ સાધુ ય રાજ્યને ગ્રહણ કરવાનું કહે નહિ. સંસારની કોઇ પણ ક્રિયામાં જો કોઇ પણ સાધુ ભૂલથી પણ અનુમતિ આપી દે, તો તે સાધુ પાપથી લેપાય.
તો પછી, શ્રી અભયકુમાર જેવા સમજી અને શ્રદ્ધાળુએ, ભગવાનને પૂછીને જ ‘પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?-એનો નિર્ણય કરવાનો વિચાર રાખ્યો, તેનું કારણ શું?’
એ કારણને જાણવાને માટે, શ્રી અભયકુમારે ભગવાનને શું પૂછ્યું છે, એ જ ખાસ જાણવા જેવું છે. પ્રશ્ન, ડહાપણભર્યો કહેવાય, ભગવાન ઉત્તર દીધા વિના ન રહે અને શ્રી અભયકુમારનો પોતાનો હેતુ પણ સરે, એવી રીતિએ શ્રી અભયકુમારે
336