Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કવિઓએ આગમ, તીર્થકરના જીવનચરિત્રો, રાજાઓ, સતીઓ, મુનિઓ વગેરેના જીવનની કથાઓને વણી લઈ રાસાઓ, ફાગુઓ, બારમાસી કે અન્ય સ્વરૂપોમાં રચનાઓ કરી છે.
આ રીતે જોતાં જેન કથાઓના આધારે સૌથી વધુ રાસની રચના થઇ છે.
મધ્યકાલીન સાહિત્યમાં સાધુ કવિઓ અને શ્રાવક કવિઓએ જૈન કથાઓના આધારે રાસની રચનાઓ વિપુલ પ્રમાણમાં કરી છે. જેના સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે. જેમાં પ્રારંભમાં બારમીથી ૧૫મી સદી સુધીમાં જે રાસ લખાયાં તેમાં શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ(સં ૧૨૪૧)મુખ્ય છે. જેમાં કવિએ ભારત અને બાહુબલિ ઋષભદેવના બે પુત્રોની કથાને ગૂંથી.
વિજયસેનસૂરિએ રેવતગિરિ રાસમાં બાવીસમા તીર્થંકર નેમિનાથની સહાયિકા દેવી અંબિકા તથા ગિરનાર પર્વત વિશેની કથાને ગૂંથી લીધી છે.
પાલ્હણ નામના કવિએ નેમિનાથની કથાને નેમિરાસમાં ગુંથી છે. આ રાસ ૧૩મી સદીમાં રચાયો.
પ્રારંભના રાસાઓ ટૂંકા હતા. પંદરમી સદીમાં સં ૧૪૧રમાં ઉપાધ્યાય વિનયપ્રત્યે પ્રભુ મહાવીરના પરમ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીના કથાનકના આધારે ગૌતમસ્વામી રાસની રચના કરી છે.
સાધુહંસ નામના કવિએ શાલિભદ્ર રાસ અથવા ધન્નાશાલિભદ્ર અંબધ ચોપાઈ રચના સં.૧૪૫૫માં ર૦૦ કડીમાં કરી છે. જેમાં ધન્ના અને શાલિભદ્રના કથાનકને વણી લેવામાં આવ્યું છે.
સં.૧૪૮૪માં હીરાનંદસૂરિએ વસ્તુપાલ તેજપાલના રાસમાં વસ્તુપાલ તેજપાલની કથાને ગૂંથી છે. દશાર્ણભદ્ર રાસમાં દશાર્ણભદ્રની કથા ગૂંથી છે.
માંડણ શ્રેષ્ઠી શ્રાવક કવિએ શ્રીપાળરાસની રચના ર૫૮ કડીમાં કરી છે. જેમાં શ્રીપાળમયણાની કથા અને સિધ્ધચક્રના મહિમાને ગૂંથી લીધો છે.
મંડલિક નામના કવિએ ૧૩મા શતકમાં થઈ ગયેલા પોરવાડ વંશના પેથડશાહના સુતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે.
ચંપ નામના કવિએ ર૪૨ કડીમાં નળચરિત્ર અથવા નળદમયંતી રાસની ચરના કરી છે. જેમાં નળદમયંતીની કથા આલેખી છે.
392