Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કેસરવિમલે સંવત ૧૭૫૬માં વંકચૂલ રાસ રચ્યો. જેમાં વંકચૂલે લીધેલ નિયમોનું ફળ વર્ણવ્યું છે.
સંવત ૧૮૫૪માં મોહનવિજયે ૬૩ ઢાળમાં નર્મદા સુંદરીનો રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૫૭માં ૩૧ ઢાળમાં હરિવહન રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૬૦માં ૪ ખંડ ૬૬(૮) ઢાળ ૧૩૮૯ કડીમાં રત્નપાલનો રાસ રચ્યો. જેમાં રત્નપાલની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૦માં ૪૭ ઢાળ ૧૦૧૫ કડીમા માનતુંગ માનવતી રાસ રચ્યો. જેમાં માનતુંગ માનવતીની કથા વર્ણવી છે. સંવત ૧૭૬૩માં ૭૫૭ કડીમાં પુણ્યપાલ ગુણસુંદરીરાસ રચ્યો. જેમાં પુણ્યપાલ અને ગુણસુંદરીના જીવનની કથા ગૂંથી છે. જેમાં શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૭૮૩માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા વર્ણવી છે.
ગોડિદાસે સંવત ૧૭૫૫માં ર૪ ઢાળ ૬૦૫ કડીમાં નવકાર રાસ અથવા રાજસિંહ રત્નાવતી રાસ રચ્યો.
દાનવિજયે સંવત ૧૭૬૧માં ૨૭ ઢાળ ૬૮૯ કડીમા લલિતાંગરાસ રચ્યો. જેમાં લલિતાંગની કથા ગૂંથી છે.
ભાવરત્ન-ભાવપ્રભસૂરિએ ૩૩ ઢાળ ૮૪૯ કડીમાં સંવત ૧૭૬૯માં હરિબલ મચ્છીનો રાસ રચ્યો. જેમાં હરિબલે આપેલ અભયદાનથી થયેલ ચમત્કારોનું વર્ણન છે. સંવત ૧૭૭૫માં અંબડરાસ રચ્યો. સંવત ૧૭૯૭માં ર૦ ઢાળનો સુભદ્રાસતી રાસ રચ્યો. જેમાં સુભદ્રાસતીનું વર્ણન છે. સંવત ૧૭૯૯માં ૨ ખંડમાં બુધ્ધિલ વિમલાસતીનો રાસ રચ્યો. જેમાં બુધ્ધિ અને વિમલાસતીની કથા ગૂંથી છે.
કીર્તિસુંદર-કાન્હજી એ સંવત ૧૭૫માં ૧૨ ઢાળમાં અભયકુમારાદિ પંચ સાધુ રાસ રચ્યો. જેમાં અભયકુમારના જીવનની કથા ગૂંથી છે.
દીપચંદે સુદર્શન શેઠ રાસ રચ્યો. જેમાં સુદર્શનની અતૂટ શ્રધ્ધા જોવા મળે છે. વીરસ્વામીનો રાસ રચ્યો.
લક્ષ્મીવિનયે સંવત ૧૭૬૦માં ૪ ખંડમાં અભયકુમાર મહામંત્રીશ્વર રાસ રચ્યો. જેમાં અભયકુમારની કથા ગૂંથી છે.
લાધા શાહે સંવત ૧૭૬૪માં ૩ર ઢાળમાં જંબૂકુમાર રાસ રચ્યો. જેમાં જંબૂકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૭૯૫માં ૭ ઢાળમાં શિવચંદજીનો રાસ રચ્યો. જેમાં ગચ્છપતિ શિવચંદજીનું વર્ણન છે.
રામવિજયે સંવત ૧૭૬૦માં તેજપાળ રાસ રચ્યો. જેમાં તેજપાળની કથા વર્ણવી
416