Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પુણિયો શ્રાવક કથામાં પુણિયા શ્રાવકનું વર્ણન ચિત્રભાનુએ ઓછા શબ્દો અને સરળ ભાષામાં સુંદર રીતે કર્યું છે.
આના માટીના લીપેલા ઘરમાં જમવાના થાળી-વાટકા સિવાય બીજું કંઇ ના મળે પરંતુ સિધ્ધ પુરૂષ વિચારી રહ્યોઃ વાહ! દુનિયામાં પુણિયાની નામના છે, ઘરમાં તો કાંઇ ના મળે, પણ હૈયામાં કેટલું બધું ભરેલું છે.
સિધ્ધપુરૂષે લોખંડનો તવો લઇને પારસમણિને અડાડ્યો. લોખંડનો તવો સાવ સોનાનો થઇ ગયો. પણ શ્રમ વિનાનું ધન પુણિયો થોડો કંઇ લે? ક્યારેય નહિ. સિધ્ધપુરૂષ પુણિયાને નમન કરી કહે છે, મેં વિદ્યા સાધવામાં વર્ષો કાઢ્યા પણ સાચી વિદ્યા તો તમે જ મેળવી છે. હવે તો હું એક જ માંગુઃ જે સંતોષને પામીને તમે આ સુવર્ણને પણ ધૂળ ગણ્યું, તે સંતોષનું મને શરણ હો!
ખરેખર ઐતિહાસિક પાત્રોને રજુ કરવાની શૈલી સુંદર છે. પાત્ર વિષે જાણતા હોવા છતાં તેમાં વાચકનો રસ જળવાઇ રહે તેવી અનોખી શૈલી છે.
‘સંસ્કાર સંભાર નીતિ બોધની ધર્મકથાઓ'માં ચિત્રભાનુ કહે છે કે,
વિશ્વનું કથા સાહિત્ય એ એક મહાન સરોવર છે. એમાંથી દેશના માણસો પોતાની રૂચિ અનુસાર પોતાના સંસ્કાર ઘડતર માટે કથા-વારિ લે છે. પોતાની ઉછરતી પ્રજામાં એ કથા વારિ સિંચે છે. અને પ્રજાને સંસ્કારી બનાવે છે.
પણ વર્ષો જતા વિશ્વ સાહિત્યમાંથી ઉપાડેલી એ કથા, એ દેશમાં વધુ પ્રચાર પામવાને કારણે એ દેશની બની જાય છે. કૂવામાંથી ભરેલું પાણી એ વ્યક્તિના હાથમાં જતાં બ્રાહ્મણીયા પાણી, ઇસ્લામીયા પાણી-એમ ભેદ પડી જાય છે. તેમ કથાઓમાં પણ બને છે. તેનાથી જલનું જલતત્ત્વ પલટાઇ જતું નથી. એ ગમે ત્યાં જાય પણ અંતે તો એ તૃષા છૂપાવવાનું જ કાર્ય કરે છે. એ જ રીતે વિશ્વ સાહિત્યમાંથી ઉપાડેલી વાર્તા પણ ગમે તે દેશમાં પ્રચાર પામવા છતાં પણ તે કામ માણસોને ઘડવાનું અને સંસ્કારી બનાવવાનું જ કરે છે.
૫૫
સમગ્ર રચના શૈલી તેમજ ચિત્રભાનુજીની જીવન ઘટનાઓને નીહાળતા કહી શકીએ કે તેમણે મુક્ત પંખીની જેમ ઉડાન ભરી વિશ્વના સાહિત્યની સફર કરી અદ્ભુત ભાથું વાચકોને પીરસ્યું છે.
વિમલકુમાર મોહનલાલ ધામી
વિમલકુમાર મોહનલાલ ધામી રચિત કર્મબંધન નવલકથા હંસાવલી ચિરત્ર પરથી તૈયાર કરવામાં આવી છે. કર્મના બંધનો સર્વજીવોને ઓછા વધતા અંશે સ્પર્શતા હોય
567