Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સલાહ પ્રમાણે નદી કાંઠે રહેતા, વૃક્ષો પરથી પાકાં ફળો-ફૂલ પત્રો ખાઇને દાઢી-મૂછ જટા રાખીને રહેવા લાગ્યા. તેથી તેઓ જટાધારી તાપસ કહેવાયા. પ્રથમ પારણું - પ્રભુ તો મૌન પણે વિચરતા હતા કુલ એક વર્ષ પૂર્ણ થયું.
તે કાળે હસ્તિનાપુરમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસે રાત્રિએ સ્વપ્ન જોયું કે શ્યામ વર્ણવાળા મેરૂપર્વતને અમૃત ભરેલા કળશ વડે સિંચન કરવાથી તે અત્યંત દીપી ઉઠ્યો. તે જ નગરમાં સુબુધ્ધિ નામના નગરશેઠે તે જ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળના ખરી પડેલા કિરણોને પુનઃ સ્થાપતો જોયો. તેમજ રાજાએ કોઇ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતો જોયો. આ ત્રણેય સ્વપ્નો સૂચવતાં હતાં કે શ્રેયાંસને કોઈ મહાન લાભ થશે. પ્રભાતે શ્રેયાંસને દૂરથી પ્રભુના દર્શન થયાં. જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જોયું કે પૂર્વે પ્રભુ ચક્રવર્તી હતા અને હું સારથિ હતો. તેમની સાથે મેં પણ દીક્ષા લીધી હતી ત્યારે મેં વજસેન કેવળી પાસેથી સાંભળ્યું હતું કે આ વજનાભનો જીવ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે.
અહો ! સદ્ભાગ્યે મને પ્રભુનાં દર્શન થયા એમ વિચારી તે પ્રભુનાં દર્શન માટે નીચે આવ્યો. ત્યાં વળી યોગાનુયોગ એક માણસે શ્રેયાંસને શેરડીના ઉત્તમ રસના ઘડા ભેટ આપ્યા. પૂર્વ ભવના મુનિપણાના આચારની ભિક્ષા વિધિ શ્રેયાંસ જાણતા હતા. તેમણે તરત જ પ્રભુને ભિક્ષા માટે વિનંતી કરી. નિર્દોષ આહારનો જોગ જાણીને પ્રભુએ બે હાથની અંજલિ કરી તે ઘડાઓના રસથી પ્રથમ પારણું કર્યું. પ્રભુનું પારણું થતાં પંચ દિવ્ય પ્રગટ્ય, સાડા બાર ક્રોડ સોનૈયાની વસુધારા થઈ. આ દાનને! પ્રભુ જય પામો વગેરે નાદથી આકાશ ગુંજી ઉઠ્યું.
શ્રેયાંસે સૌને નિર્દોષ આહાર વિધિ સમજાવી. આમ, આહારદાનનો પ્રવાહ શ્રેયાંસે પ્રથમ જ પ્રવર્તાવ્યો. પારણાના પવિત્ર સ્થાનની રક્ષા માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠિકા બનાવી.
પ્રભુનું પારણું વૈશાખ સુદ ત્રીજને દિવસે થયું હોવાથી તે દિવસ અક્ષયતૃતીયા કહેવાયો પ્રથમ ધર્મ ચક્રવર્તી :- પ્રભુએ વિહાર કરતા ૧ હજાર વર્ષ વ્યતીત કર્યા ત્યાર બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારે ઇન્ડોએ સમવસરણની રચના કરી ત્યાર પછી પ્રભુએ ચર્તુવિધ સંઘની સ્થાપના કરી ભારતની ભક્તિ :- એક બાજુ પ્રભુને કેવળજ્ઞાન, બીજી બાજુ આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પતિ. બંને સમાચાર સાથે મળતાં ભરત રાજા વિચક્ષણ હતા. તેમણે વિચાર્યું કે ચક્રરત્ન તો આ જન્મ પૂરતુ સહાયક છે તેના વડે જે સુખ મળશે તે ક્ષણિક
574