Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બાળક પર્વતની કંદરા પાસે રખડતો હતો. એણે બૂમ પાડી, તું કોણ છે? સામેથી જવાબ આવ્યો, તું કોણ છે? બાળક પડઘો પડે એ જાણતો ન હતો તેથી ડરી ગયો. એ ડરથી બચવા રાડ પાડી, હું તારા કરતાં બળવાન છું. સામે એ જ જવાબ મળ્યો.
બાળક બોલ્યો, તું શેતાન છે, તું શેતાન છે. એને જવાબ મળ્યો. જે સાંભળી બાળક ગભરાણો. એ ઘરે ગયો. તેની બા પાસે જઇ રડવા લાગ્યો. એની બાને કહ્યું, બા પર્વત પર શેતાન રહે છે. બા સમજી ગઇ. તેણે બાળકને કહ્યું, પાછો ત્યાં જા. જઇને બોલ તું બ્રહ્મ છે. તું બ્રહ્મ છે ઉત્તર મળ્યો. આપણે સો બાળક છીએ આપણામાં બ્રહ્મનું તેજ છે.
આમ, ચિત્રભાનુ મુનિ વ્યાખ્યાનો વડે માનવીમાં આત્મશ્રધ્ધા જાગૃત કરતા હતા. પડકાર ઝીલવો એ એમનો સ્વભાવ હતો. એમણે માનવ સેવાના કાર્યો શરૂ કર્યા હતા. એમને દરેક માનવીમાં ઇશ્વર દેખાતો હતો. એમને સેકન્ડ સ્પીરીચ્યુઅલ સમીટનું આમંત્રણ મળ્યુ. આ કોન્ફરન્સ જીનીવામાં મળવાની હતી. એ સાલ હતી ૧૯૭૦ની. શ્રીમતી સરલા અને બી.કે.બીરલાએ આમંત્રણ આપવા આવ્યા. એમને કહેવામાં આવ્યુ કે પૂર્વ પશ્ચિમની ક્રૂરતાને નજીકતામાં બદલવાનો સમય પાકી ગયો છે. વિજ્ઞાન એ કાર્ય કરી શકશે નહિ. એ કાર્ય ધર્મ દ્વારા જ થશે તેથી ધર્મપુરૂષોએ એકઠા થવાની જરૂર છે. ચિત્રભાનુજીના જીવન પંથમાં અનેક વળાંકો આવ્યા હતા.
ચિત્રભાનુજીએ વિદેશ જઇ સૌ પ્રથમ તેમણે ધર્મ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અનેકાંતવાદ, સત્ય, અહિંસા વિશે વ્યાખ્યાનો કર્યા. શાકાહારી બનવા પ્રેરણા કરી.
જીજ્ઞાસુઓની સંખ્યા વધતા ૧૯૭૯માં અમેરિકામાં જૈન મેડિટેશન ઇન્ટરનેશનલ સેન્ટરની શરૂઆત કરી. ૧૯૮૦માં જૈનાની સ્થાપના કરી.
આમ, તેઓ અહિંસાનો માર્ગ સમજાવતા આ દુનિયાને સુખશાંતિના માર્ગે લઇ જવાનો પ્રયત્ન કરતા.
તેમણે રચેલ કૃતિઓ નીચે મુજબ છે.
૧. ધર્મ રત્નના અજવાળાં
૨.
3.
મધુ સંચય
માનવતાનાં મૂલ્ય
ચિત્રભાનુ
ચિત્રભાનુ
ચિત્રભાનુ
565
પ્રકાશક: નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮
પ્રકાશકઃ નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮
પ્રકાશકઃ નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮