Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 594
________________ મળેલા નિર્દોષ આહારનું નિઃસ્પૃહ ભાવે અને અત્યંત ભાવપૂર્વક તેણે સુપાત્ર આહારદાન કર્યું. આચાર્યશ્રીએ પણ તેને આત્મહિતકારી ઉપદેશ આપ્યો. તે સમયે તેના પરિણામની શુધ્ધિ થતાં તેને સમકિત પ્રગટ થયું. ઋષભદેવના આત્માએ અનંતકાળના પરિભ્રમણનો આ ભવમાં સંક્ષેપ કરી મુક્તિ માર્ગમાં ક્રમશઃ પ્રયાણ આદર્યું. ૨. ઉત્તરકુરૂમાં મનુષ્યઃ- ધન્ય સાર્થવાહનો જીવ આયુષ્ય પૂર્ણ કરી પુણ્યયોગે ઉત્તરકુરૂમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ૩. સૌધર્મ દેવલોક - મનુષ્યપણાનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ પુણ્યના સંચયે દેવલોકમાં ઉત્પન્ન થયો. ૪. મહાબલઃ- દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ મહાવિદેહની ગંધિલાવતી નગરીના વિદ્યાધર શતબલ રાજાના મહાબલ પુત્રપણે જન્મ્યો. અનુક્રમે રાજ્ય સુખભોગવી સંસારનો પરિત્યાગ કરી આલોચના પૂર્વક આયુષ્ય પૂર્ણ થયે તે સમાધિમરણને પામ્યો. ૫. લલિતાંગ દેવઃ- ધન્ના સાર્થવાહનો જીવ લલિતાંગ નામના દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની દેવી સ્વયંપ્રભાનું ચ્યવન થતા તેના પ્રત્યેની અતિશય આસક્તિને કારણે તે ઘણું દુઃખ પામ્યો. વળી તે સ્વયંપ્રભા મનુષ્યલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી નામે પુનઃ ઉત્પન્ન થઈ. બંને દેવી સુખ ભોગવવા લાગ્યા. પરંતુ પૂર્વના સંસ્કારને કારણે અંતિમ દશામાં બોધ પામી નમસ્કાર મંત્રના જપનું સ્મરણ કરી, આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવન કરી ગયા. ૬. વજ જંઘ - તે જીવ દેવલોકમાંથી ચ્યવન કરી જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરના સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. તેનું નામ વજજંઘ રાખવામાં આવ્યું. સ્વયંપ્રભાદેવી પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની શ્રીમતી નામે પુત્રી પણ ઉત્પન્ન થઈ. એકવાર તે મહેલની અગાસીમાં ફરતી હતી ત્યાં તે સમયે નજીકના કોઈ ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થતાં દેવસમૂહને આકાશ માર્ગે તે મહોત્સવમાં જતો જોઇને શ્રીમતીને પોતાના પૂર્વભવની સ્મૃતિ થઇ. તે સ્મૃતિનું તેણે એક ચિત્ર અંકિત કર્યું. હવે બીજે દિવસે રાજા વજસેનનો જન્મદિવસ હોવાથી અનેક દેશોના રાજાઓ અને રાજકુમારો આવતા હતા. શ્રીમતીએ તે તકનો લાભ લઈ એક દાસીને એ ચિત્રપટ લઇ રાજમાર્ગ ઉપર ઉભી રાખી. એ માર્ગે વજબંધકુમાર પસાર થતાં તેણે 570

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644