Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૧૫૨૧
અજીતસેન કનકાવતિ રાસ જિનહર્ષ
૧૬૯૪ ગુણાવલી રાસ
જિનવિજય(૨)
૧૬૯૪ ગુણાવલી ગુણકરંડરાસ
ગજકુશલ
૧૬૫૭ ગુણકરંડ ગુણાવલી રાસ જિનહર્ષ
૧૯૯૪ ચંપકમાલા રાસ
સૌભાગ્યસૂરિ શિષ્ય
મુનિ પતિ ચરિત્ર મુનિ પતિ ચરિત્ર - મણિપતિકા નગરીનો મણિપતિ નામનો રાજા હતો. તેણે એક દિવસ પોતાના માથામાં પાકેલો ધોળો વાળ જોઈ પોતાના પુત્ર મુનિચન્દ્રને રાજ સોંપી દમઘોષમુનિ પાસે દીક્ષા લઇ લીધી અને એકલા વિહાર કરવા લાગ્યો. એકવાર તે ઉજ્જયિનીની બહાર મસાણમાં કાર્યોત્સર્ગ કરતા હતા. ત્યાં ભયાનક ઠંડીને કારણે ગોપાળ બાળકોએ ભક્તિથી મુનિને વસ્ત્ર ઓઢાડ્યું. પરંતુ ચિતાની ઝાળ લાગવાથી વસ્ત્રને આગ લાગી ગઈ અને મણિપતિમુનિ દાઝી ગયા. તેની ખબર તે નગરના શેઠ કુંચિકને પડી અને તેમણે મુનિને પોતાના ઘરે લાવી તેમની ચિકિત્સા કરાવી તથા વર્ષાકાલ નજીક હોવાથી મુનિને ચોમાસું ત્યાં વિતાવવા આગ્રહ કર્યો, તથા પોતાના પુત્રના ભયથી સસ્તારક નીચે પોતાના ધનને દાટી દીધું. પરંતુ પુત્ર તે ધનને ઉઠાવી ગયો. શેઠે મુનિ ઉપર ધનચોરીનો આક્ષેપ મૂક્યો અને હાથીની કથા કહી. એટલે મુનિએ પોતાની નિદોર્ષતા દર્શાવવા એક હારકથા કહી. આ રીતે તે બંનેની ચર્ચામાં ૮+૮=૧૬ કથાઓ કહેવાઈ. પરંતુ શેઠના મનની શંકા દૂર ન થઈ, એટલે મુનિએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે “જેણે તારું ધન લીધું હોય તે ફાટી પડે.” તપના પ્રભાવથી મુનિના શરીરમાંથી તેજલેશ્યા નીકળવા લાગી. એટલે કુંચિક શેઠના પુત્રે ભયભીત થઈ ચોરી સ્વીકારી મુનિની ક્ષમા માંગી. મુનિએ ક્ષમા આપી પરંતુ કુંચિક શેઠને વૈરાગ્ય વ્યાપી ગયો. તે દીક્ષા લઈ મુનિ બન્યા. બંનેએ નિર્દોષ તપસ્યા કરી સ્વર્ગ મેળવ્યું.
આ કથા ઉપર સંસ્કૃતમાં ત્રણ અને પ્રાકૃતમાં એક રચના મળે છે. પ્રથમ રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. જમ્મુ કવિએ સં.૧૦૦પમાં કરી હતી. બીજી રચના પ્રાકૃતમાં ૬૪૬ ગાથાઓ છે. તે ૮૦૫ શ્લોક પ્રમાણ છે. સં-૧૧૭રમાં બૃહુદગચ્છીય માનદેવના પ્રશિષ્ય અને ઉપાધ્યાય જિનપતિના શિષ્ય હરિભદ્રસૂરિએ કરી છે. ત્રીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેના કર્તા ધર્મવિજય ગણી છે. ચોથી રચના નયનદિસૂરિ કૃત છે. તેને ગ્રન્યાગ્ર ૬રપ પ્રમાણે છે. એક મુનિપતિ ચરિત્ર સારોદ્ધાર નામની સંસ્કૃત કૃતિનો પણ ઉલ્લેખ મળે છે.
464