Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અને સંસ્કૃતમાં લગભગ વીસેક કૃતિઓ લખેલી છે. સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક(સં.૧૬૪૧), કલિકાચાર્ય કથા(સં.૧૯૬૬), રઘુવંશીકા (સં.૧૯૯૨) આદિ તેમજ ગુજરાતીમાં સાંબપ્રદ્યુમ્ન રાસ(સં.૧૬પ૯), ચાર પ્રત્યેકનો બુધ્ધ-રાસ (સં.૧૯૬૫), મૃગાવતી રાસ(સં.૧૯૬૮), પુણ્યસાર રાસ(સં.૧૬૭૩), નલદમયંતી રાસ(સં.૧૬૭૩) આદિ અનેક કૃતિઓ તેમણે રચી મૃગાવતી ચોપાઈઃ- કવિ સમયસુંદરે આ કૃતિની રચના સં.૧૬૬૮માં સિંધમાં મુલતાન નગરમાં કરી હતી. તેમની ભિન્ન-ભિન્ન રાસ કૃતિઓમાં “મૃગાવતી ચરિત્ર ચોપાઈ' એ એક અત્યંત મહત્ત્વની કૃતિ છે.
સમયસુંદરે મૃગાવતીનું ચરિત્ર આ રાસ કૃતિ માટે પસંદ કર્યું છે. મૃગાવતી એ ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન એવા એક તેજસ્વી સતી ગણાયા છે. જે સંયમધર્મ પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામે છે. મૃગાવતીનું જીવન સુખદુ:ખથી સભર છે. દુ:ખના સમયમાં પણ તેઓ ધર્મ ચૂકતાં નથી. વિષમ કસોટીમાંથી એ પાર પડે છે. અને સતી તરીકે પંકાય છે. આ રાસના પ્રારંભમાં જ કવિ શીલનો મહિમા દર્શાવે છે. આ રાસમાં કવિ સમયસુંદરે કયાંય પ્રગટપણે સીધો ઉપદેશ આપ્યો નથી. અલબત્ત, પ્રસંગાનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. આ રાસની રચના ૭૪પ જેટલી કડીમાં કરી છે. કવિએ દુહા અને ઢાળનું આયોજન સપ્રમાણ કર્યું છે અને રાગરાગિણિની દષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યું છે. મૃગાવતી રાણી, શતાનિક રાજા, જુગધર મંત્રી, ઉદયનકુમાર, ચંદનબાળા, મહાવીર સ્વામી ઈત્યાદિનાં પાત્રોને કવિએ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે.
મૃગાવતીના દોહદનો પ્રસંગ, ભારંડ પક્ષીએ કરેલા અપહરણનો પ્રસંગ, ચિતારાનો પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણનો પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણનો પ્રસંગ, ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ, ક્ષમાપના કરતા મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યાં છે.
ભાષાની દ્રષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા વધારી દીધી છે." વલ્કલચીરી રાસ - સમયસુંદરે “વલ્કલચીરી રાસની રચના સં.૧૯૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદની આગ્રહ ભરી વિનંતીથી કરી છે. એમાં કવિએ
476