Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. ત્યારબાદ રત્નત્રયી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. ઉપદેશપ્રસાન ગ્રંથમાં આલેખાયેલા વિષયો વિશે આ શ્રી વિજયલક્ષ્મી સૂરિ લખે છે,
આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશ બોધનો છે. દરેક વસ્તુને દૃષ્ટાંતથી સમજાવતાં વિશેષ દઢ થાય છે. આ શૈલી ગ્રંથકારે અહીં અપનાવી છે. સમકિત, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, તે બધા વ્રતના અતિચારો, ધર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ, તીર્થયાત્રા અને તેનું ફળ, જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય, દેવદ્રવ્ય ભક્ષણના માઠા ફળ, તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણકોનું વર્ણન, છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન, પાંચ સમવાય કારણ, નવ નિહ્નવ, અંતરંગશત્રુઓ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી ઉપાધ્યાયના ૩ર અષ્ટકોનું વિવેચન વગેરે વિષયો ઉપર ટૂંક વિવેચન કરી નાના- મોટા દષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલા છે.'
ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દેખાતોની વર્ણાનુક્રમણિકા આપી છે. આથી દૃષ્ટાંત શોધવું સહેલું પડે. ભાગ:૧માં ૬૧ વ્યાખ્યાનોમાં એકંદરે પ૭ કથાઓ આપેલી છે. ભાગરમાં ૭૪ વ્યાખ્યાનમાં (વ્યા.૬ર થી ૧૩૫)માં શ્રાવકના પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત ઉપર વિસ્તારથી વર્ણન કરેલ છે. આમાં ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલ છે. ભાગ-૩માં (સ્તંભ ૧૦ થી ૧૪) (વ્યાખ્યાન ૧૩૬ થી ર૧૦) ૭૫ વ્યાખ્યાનમાં શ્રાવકના ચાર શિક્ષાવ્રત છે. એકંદરે આ ભાગમાં નાની મોટી ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલો
ભાગ-૪માં (તંભ ૧૫ થી ૨૩) વ્યા.ર૧૧ થી ૨૮૫. ભાગ-પમાં (સ્તંભ ર૦ થી ર૪) (વ્યાખ્યાન ર૮૬ થી ૩૬૧) ૭૬ વ્યાખ્યાનોમાં નાની મોટી ૮૦ કથાઓ છે. તપાચાર-વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી કૃત જ્ઞાનસાર ગ્રંથના ૩ર અષ્ટકો ઉપર ૩૮ વ્યાખ્યાન, અનિત્યાદિ ચાર ભાવના, હોળી પર્વનું સ્વરૂપ તથા તેની ઉત્પત્તિની કથા, કરકંડુ-દ્વિમુખ-નગ્નતિ-નમિરાજર્ષિ એ ચાર પ્રત્યેકબુધ્ધનું વર્ણન, અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી ચરિત્ર તથા શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર આપેલું છે. પ્રસંગોપાત, શ્રાવકના બાર વ્રતોના પ્રાયશ્ચિત, સોપક્રમ-નિરુપક્રમ આયુષ્ય, મહાવીર ભગવાને નંદન ઋષિના ભવમાં ભાવેલી સંલેખનાની ભાવના,
489