Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આવા પુરુષનો અન્ય કોઈ સ્વામી હોય ખરો? તું માને છે કે ન જ હોય. પણ એને ખબર પડે છે કે શ્રેણિક મહારાજા ભલે સંપત્તિએ પોતાના જેટલા સમૃધ્ધ ન હોય તોય એ પોતાના સ્વામી છે.
એ કેમ સહન થાય? તેના કરતાં પોતે જ પોતાનો સ્વામી ન બની જાય? એમ કરતાં આ અપાર સમૃધ્ધિ, સુખ, શાતા, સુદંર પત્નીઓ છોડવી પડે તો શું થયું? મોટા સુખ ખાતર અનેક નાનાં સુખો ત્યજવાં જ જોઇએ ને?
વાત્સલ્યદીપજીએ કથાનો એ ભાગ સરસ રીતે આલેખ્યો છે. જોઇશું એ અંશ? શાલિભદ્ર કહે છે પોતાની બત્રીસે પત્નીઓને
હવે હું જ મારો સ્વામી બનીને રહીશ. પ્રભુના પંથે જઇશ. ચારિત્ર્યનાં કષ્ટો સહીશ. આત્માના કર્મો સહીશ. મોક્ષ લક્ષ્મીને વરીશ. શું તમે એ માર્ગે સહકાર નહિ આપો?'
હા આપીશું. એક સાથે બત્રીશ કંઠોમાંથી સંસ્કારની સૌરભ ફેલાવતો આવાજ આવ્યો. જે પંથ અમારા સ્વામીનો એ પંથ અમારો હજો.”
શાલિભદ્રના મુખારવિંદ પર તેજરેખા પ્રગટી. “આ જગતમાં ન કોઈ સ્વામી છે, ન કોઇ સેવક! સાચો પુરૂષાર્થ કરનારનો આત્મા જ સાચો સ્વામી બની શકે !
આજથી આપણે સૌ તે કરીશું. હું રોજ એક પત્નીનો ત્યાગ કરીશ ને અંતે ચાલી નીકળીશ.”
શાલિભદ્ર જળાશયમાં જોયું. સંધ્યા લીલા રચતી હતી. આકાશમાં સૂર્યાસ્ત થતો હતો, ધરતી પર સૂર્યોદય !”
કેવાં વ્યંજનાગર્ભ વાકયો છે. અને કેવી સરળતાથી અનેક એ નિર્ણયનાં ગુણગાન ગાઈ અ-સર્જક થવામાંથી બચી ગયા છે.
અન્ય કથાઓ પણ આ જ રીતે સર્જનાત્મક બની છે.
આ ઉપરાંત વજસ્વામી, સાધ્વી રૂક્ષ્મણીજી, દેહની પેલે પારના શાશ્વત આંતરિક સંબંધ પ્રગટાવતા યોગી આનંદધન, શૌરીપુરીના પાદરેથી પાછા વળતા નેમકુમાર અને તેમના ત્યાગને પગલે ચાલતી મહાન નારી રાજુલ, ઔદાર્યની અને દાનની ચરમસીમા સુધી પહોંચતા જગડુશા, સંસારના સંબંધોને મેઘધનુષની માયા સમજી સહધર્મનું શરણ લેતી જ્ઞાની સાધ્વી પુષ્પચૂલા, નિર્ભયતાની પ્રતિમા સમા મહારાણી જયાદેવી, મહારાજા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, હૂંડી પર ટપકેલાં
532