Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પણ. યશોવિજયજી, આનંદધનજી વગેરે અનેક સાધુઓએ ઉત્તમ સર્જન કર્યા છે.
જૈનોનું કથા સાહિત્ય અત્યંત સમૃધ્ધ છે. અત્યંત સુંદર, સારગર્ભ, જીવનના મર્મને છતો કરી દેતી અને જીવનનાં ઊંડાણો સુધી પહોંચી જતી કથાઓ જૈનોના સાહિત્યમાં ઠેર ઠેર વેરાયેલી પડી છે. તેમાંનું વૈવિધ્ય કુતૂહલને સંતોષે અને ઊંચી રસ દ્દષ્ટિને સંતર્પક બને એવું છે. વીસમી એકવીસમી સદી તરફ નજર નાંખતા અત્યંત મહત્ત્વના વાર્તાલેખકોમાં આચાર્ય શ્રી વાત્સલ્યદીપનું કથાકત્વ અત્યંત વિચારવા યોગ્ય છે.
એમના પુસ્તક ‘રણથી ઝરણ'માં મુનિશ્રીએ સોળ કથાઓને પોતાની કલમથી આલેખી છે. અને તેમના વાચકોના હૃદયને રણઝણાવી દીધાં છે. આ પુસ્તક સંસારના રણથી ધર્મના ઝરણ સુધી દોરી જાય છે.
જૈનોની કેટલીક કથાઓ તો જૈન સાહિત્યમાં જ નહિ, ભારતભરના સાહિત્યના ઘરેણાં જેવી છે. નેમ-રાજુલ-રહનેમિની કથા, શાલિભદ્ર-ધનાની કથા, શ્રેણિક મહારાજા અને તેમના તેજસ્વી પુત્ર અભયકુમારની કથાઓ, ચંદનબાળાની કથા વગેરે અનેકાનેક કથાઓ ગમે ત્યાં પણ પોતાનો પ્રભાવ પાથરી દે તેવી છે. તેમાં જો ઉપદેશનો અને છેલ્લે જતાં ધર્મના ઉપદેશથી થતી ઇતિશ્રીના અંશ ઉમેરવાનો લોભ છોડી દેવામાં આવે તો એ પોતાની અદંરની વસ્તુના બળથી રસિક જનપ્રિય બની જાય તેવી છે.
‘રણથી ઝરણ’ પુસ્તક વિશે વાર્તાકાર અને વિવેચક ગુલાબદાસ બ્રોકર કહે છે કે,
“વાત્સલ્યદીપજીએ નાનકડા કથાસંગ્રહમાં એમાંની થોડી કથાઓનો ઉપયોગ કર્યો છે. અને એના ગુણ પક્ષે એ છે કે ઉપદેશને ઉપસાવવામાં કે ધર્મના પરિણામને પ્રત્યક્ષ કરી આપવાના લોભમાંથી પોતાની જાતને ઉગારી શક્યા છે. અંદર અનુસ્મૃત રહેતું સૌન્દર્યતત્ત્વ, તેમણે એ કથાઓના માત્ર અંશોને જ આલેખી બતાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તેમણે કથાકારના સામર્થ્ય વડે આલેખ્યું છે અને તેમની પ્રસન્ન મધુર વર્ણન શૈલીને અંગે એ હદ્ય બન્યું છે.’
→→
અને છતાં એ કથાઓના મૂળ ઉદ્દેશને-જીવનના મંગળને,ત્યાગના મહત્ત્વને, ધાર્મિક ભાવનાઓના સારસ્યને તેમણે કયાંય અન્યાય થવા દીધો નથી.અને તોયે કથાને એમણે રસમય રહેવા દીધી છે.
શાલિભદ્ર એટલે અત્યંત સમૃધ્ધ શ્રેષ્ઠી. તેને કોઇ પીડા નહિ, કોઇ આપદા નહિ. દુઃખનું તો તેના જીવનમાં અસ્તિત્વ જ ન હોય, બત્રીશ રૂપે ભરી સુંદરીઓનો તે સ્વામી.
531