Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
મળે એ રીત વાર્તા સર્જી છે. આવા સરસ અને સરળ સાહિત્યનું સર્જન આજના સ્વતંત્ર અને વિષમ વાતાવરણમાં પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે."
ર૦મી સદીના સર્જનાત્મક સાહિત્યને જોતા એવું કહી શકાય કે નીચે વાર્તા સર્જકોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
(૧) શ્રી ભીમજી હરજીવન સુશીલ (૨) શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખુ (૩) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
મૂલ્યનિષ્ઠ, સત્વશીલ અને સંસ્કાર પ્રેરક વાર્તા સાહિત્યનું સર્જન એ આ ત્રણે સર્જકોનો સમાન ગુણધર્મ હતા. તેવું ત્રણેની વાર્તાઓનો તુલનાત્મક રીતે જોતાં જણાઈ આવે છે. ગાંધી યુગનો પ્રભાવ ત્રણેયના સાહિત્ય પર જોવા મળે છે.
રતિલાલ દીપચંદ દેસાઇએ ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો કાચા માલ તરીકે ઉપયોગ કરી તેમાંથી સરસ કથાઓ સર્જે છે. એથી વધુ તેમણે કેટલાક અનુભવોને પણ કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. તેમણે નારી કથા, શીલકથા, ઇતિહાસ કથા, ધર્મકથા, શૌર્યકથા તેમજ સત્યકથાઓનું સર્જન કર્યું છે. તેમની વાર્તામાં કયાંય છીછરાપણું કે આછકલાઈ નથી કથા સાહિત્ય-ર માં રતિલાલ દિપચંદ દેસાઈ કહે છે કે,
સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે અને આસુરી વૃત્તિઓથી દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા, શાંતિ જેવા મૂલ્યોને પોષણ મળવું જોઇએ અને એ પોષણનું કાર્ય સાહિત્ય દ્વારા સારી રીતે થઇ શકે છે.* આ પુસ્તકની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાનાને ૧. ન મારે વેર કે દ્વેષ ૨. પદ્મપરાગ ૩. સાતભવ ૪. દેવ વધે કે પશુ? ૫. વિસ્તાર ૬. સુવર્ણ કંકણ ૭. સાધનાનું સુવર્ણ ૮. પ્રેમ-પાવક ની જવાળા ૯. જાગૃત આત્મા
555