Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ત્યાગી પણ ભોગી થયા માટે માણસે અભિમાન ન કરવું એ બોધ “શૈલક ઋષિની કથામાં આપેલો છે.
પુંડરીક-કંડરીક’ની વાર્તામાં પણ કંડરીક વૈરાગ્ય પામી પ્રવજ્યા લે છે પણ ભોગથી વશ થતા રાજગાદી સ્વીકારે છે જ્યારે પુંડરીક વ્રત સ્વીકારી સિધ્ધ, બુધ્ધ થવાનો રસ્તો લે છે.
તુંબડા”ની વાર્તામાં હિંસા, અસત્ય, અવ્રત તેમજ ક્રોધ, માન, માયા, લોભ આદિ સંસ્કારો માણસને કેમ ડૂબાડે છે અને એથી ઉલ્ટા સંસ્કારો માણસને કેમ તારે છે એ બતાવ્યું છે.
“રોહિણી'ની વાર્તા દ્વારા દરેકને લાયક કામ સોંપી દરેકને પોતાનું સ્થાન આપ્યું
“મલ્લિ”ની કથા દ્વારા બાહ્ય સૌદર્યવાળા શરીરમાં કેટલી દુર્ગધ રહેલી હોય છે એનું દર્શન કરાવી વૈરાગ્યની પ્રેરણા કરી છે.
માકંદીની વાર્તા તો દુનિયાના બધા જ દેશોમાં એક યા બીજી રીતે પ્રસિધ્ધ છે. ચંદ્રના શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષનો ભેદ પણ એટલો જ સાર્વલોભ છે.
‘દાવદ્રવ”ની વાર્તા પણ એટલી જ મહત્ત્વની છે. બધાજ ધર્મના લોકો માટે ઉપયોગી છે.
સાધના કરવાથી પતિતમાં પતિત પણ શુધ્ધ થઈ શકે છે. એ માટે “જિતશત્રુ અને અમાત્યની વાર્તા છે.
કેવલ પ્રસિદ્ધિ અને કીર્તિ માટે દાનધર્મ કરનાર કે સમાજ સેવા કરનાર આજકાલના ઢગલાબંધ લોકોને દેડકાની વાર્તા ભેટ આપવા જેવી છે.
સંસારથી ત્રાસેલાને શરણ પ્રવજ્યા છે, અભય એવો તો એક દાન્ત અને જિતેંદ્રિય જ હોઈ શકે, એ બોધ આપવા માટે અને માણસોને ધર્માભિમુખ કરવા અમાત્ય તેટલીની વાર્તા છે.
જેમ નંદીફળ સામે ધન્ય સાર્થવાહે લોકોને પોકારીને ચેતવ્યા હતા. તેમ સંકુચિતતા સામે ભગવાન મહાવીર માણસને પોકારીને ચેતવે છે.
અપરકંકા નગરી” વાળી વાર્તા અને તેમાં આવેલ દ્રૌપદીનો ઉલ્લેખ વાંચીને બોધ મળે છે કે તેની પાછળ જો આસક્તિ હોય તો ગમે તેવું ઉગ્ર તપ હોય છતાં ચિત્તશુધ્ધિ કરી શકતું નથી.
549