Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
‘ચોર કે શાહુકાર વાર્તા દ્વારા વચનને સંપૂર્ણ વફાદાર રહેવાનો બોધ આપે છે.
બુધ્ધિનો બેતાજ બાદશાહ” કથા દ્વારા ખોટી વાતો સિધ્ધ નહિ કરવાની એનાથી બુધ્ધિ ઘટશે. સાચી વાત કરવાથી બુધ્ધિ વધશે એવો સુંદર ઉપદેશ આપે છે.
“પ્રામાણિકતાનો પૂજારી” આ કથાથી જીવનમાં પ્રામાણિક રહેવાનું જણાવે છે.
માથા માટે મૈત્રી'માં સાચા મિત્ર બની સંસ્કૃતિનો આદર્શ જાળવી રાખવાનો ઉપદેશ આપ્યો છે.
આવી ૧૭ વાર્તાનો સંગ્રહ આ પુસ્તકમાં થયો છે.
આમ, દરેક વાર્તાને અંતે બાળકોને સંબોધીને ઉપદેશ આપી એમના જીવન પરિવર્તન અને જીવન ઘડતર માટેનો સારો પ્રયાસ લેખકે કર્યો છે
“વાર્તા રે વાર્તા” બાળકોની વાર્તામાં બાળ સિધ્ધરાજ, પાપ કરે પુકાર, અપકાર પર ઉપકાર આદિ બોધદાયક સુંદર ૧૫ વાર્તાઓ આપી છે.
બાળ સિધ્ધરાજ વાર્તામાં બાળ સિધ્ધરાજની ઉમર દસ વર્ષની છે. દિલ્હીના બાદશાહે લાલચોળ આંખો કરી સિધ્ધરાજના બંને હાથ મજબૂત પકડી લેતા કહ્યું, “હવે બતાવ! જગતમાં તારું રક્ષણ કરનાર કોણ છે?' એ જ વખતે સિધ્ધરાજે કહ્યું, “સંસારનો નિયમ છે જે હાથ પકડે તે રક્ષણ કરે છે. આપે તો મારા બંને હાથ પકડી લીધા છે પછી મારે શી ચિંતા?”
બાદશાહ બાળ સિધ્ધરાજનો જવાબ સાંભળીને એની પર આફરીન થઈ ગયો અને એને છોડી મૂક્યો. આ વાર્તા દ્વારા લેખક શ્રી બાળકોને બોધ આપે છે કે, તમે કાલે સંઘના નાયક બનવાના છો માટે બાળ સિધ્ધરાજની જેમ તમે યોગ્યતા પ્રાપ્ત કરજો.
આમ, આચાર્ય શ્રી મુક્તિપ્રભસૂરિજીએ આ બંને પુસ્તક દ્વારા બાળકમાં સંસ્કાર આપવાનું સુંદર કાર્ય કર્યું છે. આગળ પણ આવી બોધ દાયક વાર્તાઓ લખાય ઘર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે જરૂરી છે. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. અને એ બાળક નીતિવાન બને તો આવનાર પેઢી સચવાય.
મુનિરાજ શ્રી રાજરત્નવિજયજી સાગરતટની રેતીનું મૂલ્ય કાંઇ જ નથી હોતું. છતાં કેક લોકો એનો કણેકણ ખૂંદી વળે છે કારણકે એમાંથી ક્યાંક મોતી મળી જવાની સંભાવના છે. બરાબર એ રીતે જ સંસારના જીવોના જીવન પણ મહાપુરૂષો તપાસી જાય છે અને ખૂણે ખાંચરે ઝળહળી
539