Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પ્રકરણ-૪
અર્વાચીન કથા સાહિત્ય
જૈન કથા સાહિત્ય એટલે વિપુલ કથા સાહિત્ય. જો કે ભારતભરમાં કથા સાહિત્ય બહોળા પ્રમાણમાં ખેડાયેલ છે. પ્રારંભની જેન કથાઓ, આગમ કથાઓ અને આગમેતર કથાઓના વિભાગ કરી શકાય. મધ્યકાલીન કથા સાહિત્ય એટલે બારમીથી અઢારમી સદીના સમયમાં લખાયેલ કથા સાહિત્ય. જેમાં મુખ્યત્વે વિપુલ પ્રમાણમાં કથા સાહિત્ય પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કથાઓને ઉપયોગમાં લઇ રાસા, ફાગુ, બારમાસી વગેરે મળે છે. અને સૌથી અંતિમ તબક્કામાં એટલે ૧૯મી સદીના પ્રારંભથી જે કથા સાહિત્યનું નિર્માણ થયું તેને આપણે અર્વાચીન કથા સાહિત્ય (જૈન) કહી શકીએ.
આ કથાઓનું સર્જન કરનાર મોટે ભાગે સાધુ લેખકો છે અને કેટલાક શ્રાવકોએ પણ જૈન કથા સાહિત્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. ઉપરાંત કેટલીક સ્ત્રીઓએ પણ પોતાની વાર્તાઓ દ્વારા જેન કથા સાહિત્યમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે.
ઉપદેશ પ્રાસાદ ગ્રંથ
૧૯ મી સદી
સંવત-૧૮૮૩ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોધક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધના માટેનું બળ મળે તેવો ગ્રંથ છે.
આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિધ્ધાંત અને પછી સિધ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દૃષ્ટાંતો આપેલ છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે.
તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ર૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર-પંદર હાંશ કલ્પી છે. આ રીતે વર્ષના દિવસ પ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનો રૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે.
આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાતર ઘણા વર્ષો પહેલા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ.શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ
488