Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
તેમજ જૈન સમાજના વિદ્ધર્યો તથા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવ ભર્યું સ્થાન શોભાવી રહ્યા છે. એવા પ.પૂ આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજીનો જન્મ ભાવનગર શહેરમાં ઘોઘારી પરિવારમાં થયો હતો. બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુ મહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી-અને તેમની એ ભાવના બારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતા સાકાર બની. પૂજ્ય આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિ શ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણો વડે તથા તેજસ્વી પ્રજ્ઞાબળે તેમજ પૂજ્ય ગુરૂદેવોની અમોધ કૃપાથી તેમણે જ્ઞાનોપાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી શાસ્ત્રાદિ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ યોગ્યતાથી પૂ.ગુરૂદેવે તેમને સં.ર૦૪રમાં કપડવંજ મધ્ય ગણિપદ અને સં.ર૦૪રમાં અમદાવાદ મળે પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા."
પૂ.આચાર્ય શીલચંદ્રસૂરિજી મહારાજની જ્ઞાન પ્રાપ્તિનો ઇતિહાસ, ખરેખર અદ્ભુત છે. તેમના સંયમ જીવનનું ઘડતર પૂજ્ય ગુરૂદેવ શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું. જ્યારે તેમના જ્ઞાનસંપાદનના ભણતર-ગણતર-ચણતરમાં પૂ.આ.શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો ફાળો મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ પાસે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું. એટલું જ નહિ એ સૌના હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું.
પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેતા પૂ.આ.શ્રીવિજયનંદન સૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, શીલચંદ્રવિજયની નાની ઉમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, પ્રતિભા સંપન્નતા સાથે તેમના હૃદયનો ઉમળકો, ઉલ્લાસ ને ઉત્સાહ પૂજ્ય શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાના કાર્ય માટે મને ખૂબ દેખાયો. તેથી મેં તેને આ મંગલ કાર્ય કરવાનું સોંપ્યું. તેમણે આ કાર્ય પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર્ણ કરી, સાકાર કરી. આ વિધાનથી જાણી શકાય કે પરમ પૂજ્ય આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી નાની ઉમરથી જ જવાબદારી ભર્યા કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે.
પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્ય-સર્જન ક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હોવા છતાં વિદ્વદ્ધર્યોમાં પ્રશંસનીય બની રહીઃ પૂજ્યશ્રીનું સાહિત્ય ક્ષેત્રે સંશોધન, સંપાદન સર્જન વિપુલ અને
519