Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ધન ધન શાસન મંડન મુનિવરાની પ્રસ્તાવનામાં વિજયશીલચંદ્રસૂરિ મ.સા.કહે છે કે,
“આ પુસ્તકમાં વંદનીય શ્રમણ પરંપરાના પ્રતીક સમાન કેટલાક શાસન-ધોરી સંઘનાયક ભગવંતોનો અતિઅલ્પ શબ્દો વડે આછેરો પરિચય આપવાનો એક અદનો પ્રયાસ થયો છે. સૂર્યને ફાનસ વડે જોવાના-દેખાડવાના પ્રયાસ સાથે આને સરખાવી
,,e
શકાય.
જૈન શાસનને અઢી હજાર વર્ષોમાં થઇ ગયેલા અસંખ્ય મહાન શ્રુતધરશાસનપ્રભાવક ગુરૂભગવંતોએ અજવાળ્યું છે, અવિચ્છિન રાખ્યું છે. જૈન શાસન અને સંઘ પર આવેલા અગણિત આક્રમણોની સામે પણ શાસન અને સંઘ આજ પર્યંત અવિચલ-અડગ રહ્યાં છે. તેનું મુખ્યકારણ આપણી યશોજ્જવલ શ્રમણ પરંપરા જ છે.
આ પુસ્તકમાં કૂરગુડુમુનિની કથા દ્વારા ક્ષમાધર્મની મહત્તા બતાવી છે. ક્ષુલ્લકમુનિની કથામાં સંયમથી વિચલિત થઇ સંસારમાં આવવાનો પ્રયાસ કરનાર મુનિ નર્તકીના એક વેણ, બહુત ગઇ થોડી રહી! એ સાંભળી સંયમ છોડવાના જે ભાવ હતા તેને બદલે સંચમમાં સ્થિર થઇ ગયા.
‘ચંડદ્રાચાર્ય’ની કથામાં ક્રોધી ગુરૂનો પાશ્ચાતાપ કેવળજ્ઞાન સુધી તેમને લઇ જાય છે.
‘કપિલકેવલી’ની કથામાં લોભનું ફળ કેવું? તે ભણી કપિલ સંયમ ગ્રહણ કરી કેવળજ્ઞાનને પામે છે.
‘પ્રસન્નરાજર્ષિ’ની કથામાં પ્રભુ મહાવીરે શ્રેણિકને બોધ આપ્યો કે કલેશસહિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર.
‘અનાથીમુનિ’ની કથામાં આત્મજ્યોત પ્રગટાવતા અનાથીમુનિ શ્રેણિકને બોધ પમાડે છે. રાજન! તું સ્વયં અનાથ છે, મને શું સુખ આપી શકવાનો?
આ વાક્ય હૃદયસ્પર્શી અને વૈરાગ્ય ઊપજાવે તેવું છે.
‘શઅંભવસ્વામી’ની કથામાં દીક્ષા બાદ આઠ વર્ષના દીક્ષિત પુત્ર મનકને અંતિમ સમાધિ આપવા દશવૈકાલિક રચનાર પિતાની કથા છે.
‘ભદ્રબાહુસ્વામી’ની કથામાં ઉવસગ્ગહરં તેમજ કલ્પસૂત્રના પ્રણેતા સૂરિજીની જ્ઞાનશક્તિના દર્શન થાય છે.
‘કાલિકાચાર્ય’ જૈન ઇતિહાસના એક અમર યુગ પુરૂષ તરીકે જેનું નામ પ્રસિધ્ધ
523