Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સારા એવા અભ્યાસી હોવા છતાં પૂજ્યપાદ ગુરૂદેવશ્રી પાસે તો બાળકની જેમ જ વર્તે છે. પૂ.ગુરૂદેવની અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞામાં જ પોતાનું જીવન સમભાવે વ્યતીત કરે છે. પૂ.ગુરૂદેવની આજ્ઞા એ જ મારું જીવન એમ કહેતાં તેઓશ્રી કળિયુગમાં ગુર્વાજ્ઞાનું અજોડ ઉદાહરણ છે. આજે ૪૧-૪૧ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં કોઈપણ પળે તેઓશ્રી ગુરૂદેવની આજ્ઞામાંથી ચલિત થયા નથી. તે ગૌરવરૂપ ઘટના છે. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ.પૂ.પન્યાસપ્રવર શ્રી સુદર્શનકીર્તિસાગરજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતકીર્તિસાગરજી મહારાજ, પ.પૂ. મુનિવર્યશ્રી શાંતિસાગરજી મહારાજ, પ.પૂ. મુનિવર્યશ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજ તથા તેમના શિષ્યો વિશ્વોદયકીર્તિસાગરજી, મુનિશ્રી વિદ્યોદયકીર્તિસાગરજી અને બાલમુનિશ્રી પુણ્યોદયકીર્તિસાગરજી શોભી રહ્યા છે. પૂજ્ય આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરજી મહારાજે રચેલ કથાકૃતિઓ નીચે પ્રમાણે છે. (૧) ગ્રંથ ખૂલે ગ્રંથી તૂટે
જેમાં પદ્મપ્રભુનું ચરિત્ર છે. (૨) લાગે લગન બુઝે અગન શ્રી સુપાર્શ્વનાથનું ચરિત્ર છે. (૩) આંખ નરમ સપના ગરમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર છે. (૪) અંતરની ઉજાસ
શ્રી સુવિધિનાથ ભગવાનનું ચરિત્ર (૫) પરમાત્માનાં પુષ્પો
શ્રી શીતલનાથ ભગવાનનું ચરિત્ર (૬) બિંદુ એક સિંધુ અનેક શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ચરિત્ર (૭) તણખો ઝરે મનખો ફરે શ્રી વાસુપૂજ્ય ભગવાનનું ચરિત્ર (૮) કરે જતન મીલ રતન
શ્રી વિમલનાથ ભગવાનનું ચરિત્ર (૯) તૂટે તાર ખૂલે દ્વાર
શ્રી અનંતનાથ ભગવાનનું ચરિત્ર (૧૦) સુકા તન ભીના મન
શ્રી ધર્મનાથ ભગવાનનું ચરિત્ર (૧૧) દ્રષ્ટિ ખૂલે મુક્તિ મીલે શ્રી કુંથુનાથ ભગવાનનું ચરિત્ર
શ્રી અરનાથ ભગવાનનું ચરિત્ર (૧૨) ભીના અંતર સૂખ સમન્દર શ્રી મલ્લિનાથ ભગવાનનું ચરિત્ર (૧૩) ઉદધિ ઉલ્લસે ઉર
શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચરિત્ર (૧૪) સંસ્કૃતિના સુર્વણ શિખરે જેમાં શ્રી રામાયણ છે. (૧૫) ભાવ ભરે ભવ તરે
શ્રી નમિનાથ ભગવાનનું ચરિત્ર (૧૬) ભીનાશ ભઈ ઉજાશ ભાગ-૧ શ્રી નેમનાથ ભગવાનનું ચરિત્ર (૧૭) ભીનાશ ભઈ ઉજાશ ભાગ-ર શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર (૧૮) જ્યોતિ જલે જિંદગી ફલે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર (૧૯) ઉછળે ઉર્મિ અંતરમાં ભાગ-૨ શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર (૨૦) આંખ ઝંખે પાંખ
શ્રી જંબૂસ્વામીનું ચરિત્ર
505