Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પાંચમો શ્રેષ્ઠી હતો કનકસેન. તેની પત્નીનું નામ હતું કનકવતી અને પુત્રીનું નામ હતું નભસેના.
છઠ્ઠો શ્રેષ્ઠી હતો શ્રમણદત્ત. તેની પત્ની શ્રીષેણા અને પુત્રી કનકશ્રી.
સાતમો શ્રેષ્ઠી હતો વસુસેન. તેની પત્ની વીરમતી અને પુત્રી કનકવતી. આઠમો શ્રેષ્ઠી હતો વસુપાલિત. તેની પત્ની જયસેના અને પુત્રી જયશ્રી.
સમય વીતતા જંબૂકુમાર ચૌવન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ આઠેય શ્રેષ્ઠી પોતાની દીકરી જંબૂકુમાર સાથે પરણાવવા ઇચ્છે છે અને ઋષભદત્તની સાથે વાત કરે છે ત્યારે ઋષભદત્ત તેઓની વાતનો સ્વીકાર કરે છે.
૧૪. જંબૂનો વૈરાગ્ય
જંબૂકુમારની ઉમર સોળ વર્ષની હતી ત્યારે રાજગૃહીમાં શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટધર સૌધર્માસ્વામી પધાર્યા. તેમનો ઉપદેશ શ્રવણ કરવાથી જંબૂકુમારને વૈરાગ્ય જાગ્રત થયો. જંબૂકુમાર સંસારથી વિરક્ત બની ગયા.
૧૫. લગ્ન નક્કી થયા
જંબૂકુમારના વૈરાગ્ય જાગૃત થયાની વાત આઠેય શ્રેષ્ઠીઓને પહોંચી ગઇ. આઠેય શ્રેષ્ઠી પોતાની કન્યાના લગ્ન જંબૂકુમાર સાથે નહિ કરવાનું નક્કી કરે છે. ત્યારે શ્રેષ્ઠી કન્યાઓ જંબૂકુમારની સાથે લગ્ન કરવામાં અચલ રહે છે. તે બધા જ સુખ દુઃખ ભોગવાની તૈયારી બતાવે છે. છેવટે આઠેય કન્યાઓને જંબૂકુમાર સાથે પરણાવવાનું નક્કી થાય છે.
પ્રભુ.
પ્રભવ મળે છે. અને પ્રભવને પ્રતિબોધ કરે છે!
જયપુર નામના નગરમાં વિંધ્યરાજ રાજા હતો. તેને બે પુત્ર હતા. પ્રભવ અને
પ્રભવ પરાક્રમી હતો. પણ તેનો વ્યવહાર રૂક્ષ હતો....તે વિંધ્યરાજને પણ કટુ વચન સંભળાવી દેતો.
પ્રભુ બુધ્ધિમાન, વિનયી, વિવેકી અને વ્યવહારદક્ષ હતો. બંને પુત્રો મોટા થતાં રાજા પ્રભુનો રાજ્યાભિષેક કરવાની ઘોષણા કરે છે. જેથી પ્રભવને પોતાનું અપમાન લાગે છે. તે રાજ્ય છોડી ચાલ્યો જાય છે. અને વિંધ્ય પર્વતની ગુફાઓમાં જાય છે. ત્યાં તેને ચોગી મળે છે. યોગી તેને ઉત્તરસાધક તરીકે રાખે છે અને વિવિધ સિધ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રભવને પણ બે વિદ્યા શીખવાડે છે.
502