Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શર્મા નામના તાપસે પોતાના આશ્રમમાં પ્રભુને ચાતુર્માસ કરવાની વિનંતી કરી. પ્રભુ એ વિનંતી સ્વીકારે છે. પોતે ઝૂંપડીમાં જઇ ધ્યાન ધરતા ઊભા રહ્યા. દિવસો પસાર થયા ત્યારે પશુઓને ઘાસની તંગી પડતા ગાયો-ભેંસોના ટોળા ત્યાં ઉમટી પડ્યા અને ઘાસથી બનેલી કુટિરનું ઘાસ ખાવા લાગ્યા. ત્યારે અન્ય તાપસો પોતાની કુટિરનું રક્ષણ કરે છે પણ પ્રભુવીર તો ધ્યાનમાં મગ્ન રહે છે ત્યારે તાપસો કુલપતિ પાસે જઇ ફરિયાદ કરે છે. કુલપતિ મધુરવાણીથી આશ્રમનું ધ્યાન રાખવાનું કહે છે ત્યારે ભગવંતે વિચાર્યું કે, મારા નિમિત્તે આ જીવ અબોધિ પામે-કષાયી બને તે યોગ્ય નથી. આ રીતે પોતાના નિમિત્તે અન્યને પીડા ન થાય એ માટે તુરત જ આશ્રમનો ત્યાગ કર્યો. અન્યત્ર વિહાર કરી ગયા. કેવી કરૂણા દ્રષ્ટિ!
આ ઉપરાંત આ પુસ્તકમાં નવકારથી ભવપાર, ભગવાન મલ્લિનાથ, શિષ્ય આવા હોય, પતન અને ઉત્થાન (મેઘકુમાર), કોઢિયો, ભગવાન મહાવીર પ્રભુની દ્રષ્ટાંત કથાઓ, જ્ઞાનશ્રીનો ઉપાસક, નરવીર (જે એક સમયે રાજપુત્ર, એક સમયે ડાકૂ છે), કુમારપાળ, અહિંસાનો અરૂણોદય, દાન ભાવનું શ્રેષ્ઠ ગૌરવ, વૈરની આગ પ્રેમનો બાગ, શ્રધ્ધાના સૂર, ગિરનારના શિખરે, ગોધરાનો ઘૂઘુલ, સેનાપતિ જિનદાસ, ભાવ વિશુધ્ધિ આદિ વાર્તાઓનો સંગ્રહ છે. આ ગ્રંથ વિ.સં. ૨૦૩૫માં લખાયો.
આ ઉપરાંત પ્રિયદર્શને જૈન રામાયણ (ભાગ-૧,૨,૩), ભવના ફેરા, જીવન વૈભવ આત્મ સંવેદન, બાળકોની સુવાસ, સબસે ઊંચી પ્રેમ સગાઇ આદિ અનેક ગ્રંથ લખ્યા છે.
‘સવસે વી પ્રેમ સારૂં' પુસ્તકમાં આમ અને બપ્પભટ્ટની સ્નેહ ગાથાનું વર્ણન છે. રામ અને ૠષિ, ભોગી અને જોગી, રાગી અને ત્યાગી, સંસારી અને સાધુ બંને ધ્રુવના વચ્ચે રહેલી આ કથા બહુ મૂલ્યવાન આદર્શ રજુ કરે છે.
વિક્રમની ૯મી શતાબ્દીના પ્રારંભમાં ભાદરવા સુદ-૧૩ના દિવસે પંજાબના ડૂબા ઉધી ગામમાં પૈદા થયેલ સુરપાલ ૭ વર્ષની સુકોમલ ઉમ્રમાં તો મુનિ જીવનની કાંટાળી રાહ લે છે. એક વખત કનૌજના રાજા આમ સાથે તેમની દોસ્તી થાય છે. જૈનાચાર્ય બપ્પભટ્ટસૂરિને આમરાજા માટે અપાર સ્નેહ છે. તો રાજા આમ પણ બપ્પભટ્ટીના માટે દીવાનો હોય છે.
બપ્પભટ્ટસૂરિજીએ આમ માટે, જે કાંઇ કર્યું તે ચાપલૂસી નથી, રાજાને ખુશ રાખવાની લાલચ નથી પરંતુ અંદરની પ્રેમસગાઇ હતી.
પ્રિયદર્શનને આ કથાને હિન્દી ભાષામાં સુંદર રીતે રજુ કરી છે. તેમણે કથાને
492