Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વલ્કલચીરીને આકર્ષે છે. પરંતુ સોમચંદ્ર ઋષિ આવવાના સમાચાર મળતાં વેશ્યાઓ આમ તેમ નાસી ગઇ. વલ્કલચીરી પોતનપુર જવા ઉત્સુક થાય છે. વેશ્યાને ત્યાં પૈસા આપી વલ્કલચીરી રહે છે. ત્યાં તેના લાંબા વાળ અને નખ ઉતરાવ્યા, એના શરીરને નિર્મળ, સુગંધિત કરાવ્યું, સુંદર વસ્ત્રો આપ્યા. પોતાની દીકરી સાથે એનું પાણિગ્રહણ કરાવી ઉત્સવ મનાવ્યો આ બધો અનુભવ વલ્કલચીરીને ઘણો આશ્ચર્યજનક લાગે છે. આ બધા સમાચાર વેશ્યાઓ પ્રસન્નચંદ્રને આપે છે. ત્યારબાદ પ્રસન્નચંદ્ર પોતાના ભાઈને હાથી પર બેસાડી રાજમહેલમાં બોલાવી લે છે. તેને સંસ્કાર અને શિષ્ટાચાર શીખવ્યા અને કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ આશ્રમમાં વલ્કલચીરીને ન જોતા સોમચંદ્ર ઋષિને દુઃખ થાય છે અને ચિંતામાં ને ચિતામાં અંધ થઈ ગયા. જ્યારે એમને સમાચાર મળ્યા કે પોતનપુરમાં તે પોતાના ભાઇની સાથે જ છે ત્યારે તેમને સાંત્વન મળ્યું.
પોતનપુર આવીને રહે વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. ત્યાં તેને એકાએક આશ્રમ જીવનનો વિચાર આવ્યો. ફરી પાછા આશ્રમમાં જવાની ઈચ્છા તેમણે પ્રસન્નચંદ્ર આગળ કરી. બંને ભાઇઓ સોમચંદ્ર પાસે આવી પહોચ્યાં. હર્ષના આંસુથી પિતાનો અંધાપો ચાલ્યો ગયો.
વલ્કલચીરી કુટિરમાં ગયા ત્યાં તેમને જાતિ સ્મરણજ્ઞાન થયું અને પોતાના મનુષ્યભવ અને દેવભવનું સ્મરણ થતાં આત્માની ઉચ્ચભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ પ્રગટ થઈ સાધુવેશ આપ્યો. વલ્કલચીરી સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પ્રતિબોધ કરી બીજે વિહાર કરે છે.
પ્રસંન્નચંદ્રને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ પાછા પોતનપુર આવ્યા. એના હૃદયમાં સંસાર ત્યાગની ભાવના પ્રબળ બનતી જતી હતી. એકવાર પ્રભુ મહાવીર પોતનપુરમાં સમવસર્યા હતા ત્યારે પ્રસન્નચંદ્ર પ્રતિબોધ પામી પોતાના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા લીધી. અને ઉગ્ર તપસ્યા કરી.
ભગવાન મહાવીરે પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવજ્યાનું કારણ શ્રેણિક રાજાને કહ્યું ત્યાં દેવ દુંદુભિ સંભળાવા લાગી. શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે, આ શું થઈ રહ્યું છે? ભગવાને કહ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ જોઈ શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું. તેમણે રાજર્ષિને ફરી ફરીને વંદન કર્યા. કવિ સમુયસુંદરની રચના વલ્કલચીરી રાસ વિશે ડૉ.રમણલાલ.ચી.શાહ કહે છે.
કવિની આ કૃતિ સ્થળે સ્થળે રસિક, કાવ્યમય મારવાડીની છાંટવાળી જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદ ગુણયુક્ત માર્દવ અને માધુર્ય અનુભવાય તેવી
478