Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
એમના સમયમાં એ પ્રભાવશાળી પંડિત કવિ હતા. એમના ઉપદેશથી મોટા મોટા રાજપુરુષો પણ પ્રભાવિત થયા હતા. મંત્રી કર્માશાહે શંત્રુજય તીર્થનો સાતમો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો તે લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યો હતો એવો નિર્દેશ શંત્રુજય ઉપરના ઈ.સ.૧૫રરના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતું નથી. પરંતુ ઈ.સ.૧૫૩૩માં એમણે અમદાવાદમાં “યશોભદ્રસૂરિ રાસા'ની રચના કરી છે. એટલે કે સડસઠ વર્ષની ઉમર સુધી તેઓ વિદ્યમાન હતા એમ કહી શકાય. (૬) જ્ઞાનચંદ્રઃ- સોરઠ ગચ્છના ક્ષમાચંદ્રસૂરિની પરંપરાના વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથા સાહિત્ય ઉપર નિર્ભર એવી ત્રણ કૃતિઓ મળી આવે છે. (૧)વંકચૂલ પવાડઉ રાસ (ઈ.સ.૧૫૧૧) (૨)વેતાલ પચવીસી (ઇ.સ.૧૫૩૯) અને (૩)સિંહાસન બત્રીસી (ઇ.સ.૧૫૪૫). આ ઉપરાંત કવિએ નેમિરાજુલ બારમાસી” કૃતિની પણ રચના કરેલી છે. કવિની કૃતિમાં ‘સિંહાસન બત્રીશી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. સ્થળે સ્થળે એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણનો આપ્યાં છે. એમાં કહેવતો, સુભાષિતો પણ વણી લીધા છે. ઇંદ્રસભાનું વર્ણન, નગર ફરતા બનાવેલા તાંબાના કોટનું વર્ણન ગણિકા અને ભર્તુહરિના પ્રસંગનું વર્ણન, વિક્રમના ઉપવન વિહારનું વર્ણન, દેવીની શક્તિનું વર્ણન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય થાય છે. - એકંદરે, કવિ જ્ઞાનચંદ્રની આ કૃતિ ભાષા, છંદ, વર્ણનો અલંકારો સુક્તિઓ ઇત્યાદિની દષ્ટિએ મહત્વની બની રહે છે. આ વિષયની જેન કવિઓની કૃતિમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી યોગ્યતા ધરાવે છે. (૭) સહજસુંદરઃ- ઈ.સ.ના ૧૮માં સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિઓમાં કવિ સહજસુંદર ગણના પાત્ર છે.
ઈ.સ.૧૫૧૪ થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુંદરે ઋષિદત્તાવાસ, આત્મરાજરાસ, પ્રદેશી રાજાનો રાસ, જંબુઅંતરંગ રાસ, તેટલી મંત્રીનો રાસ વગેરે રાસાઓની રચના કરી. આ સિવાય પણ એમની બીજી ઘણી કૃતિઓ મળે છે.
ઋષિદરા રાસ(ઈ.સ.૧૫૧૬) જેમાં કવિએ ઋષિદત્તાના શીલનો મહિમા ગાયો છે. તેમાની આરંભની થોડી પંક્તિઓ જોતાં કવિના ભાષા પ્રભુત્વની પ્રતીતિ થાય
470