Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
મધ્યકાલીન જૈન કવિઓ:(૧) દેપાળઃ- ઈ.સ.ના પંદરમાં શતકના અંતભાગમાં દેપાળ નામના કવિએ રાસ, ફાગુ, ધવલ ઇત્યાદિની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે. જેમાંની ઘણી ખરી અપ્રસિધ્ધ છે.
દેપાળનું ટૂંકુ નામ દેપો હતું. તે ભોજક હતો. કવિ ઋષભદાસે ઈ.સ.૧૯૧૪માં રચેલા પોતાના “કુમારપાળ રાસ'માં જે પોતાના પુરોગામી કવિઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળનો નિર્દેશ છે. કવિ દેપાળ ભોજક હોવાને લીધે સંગીતના તત્ત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિકતા અને લયબધ્ધતાનું તત્ત્વ તરત જ નજરે ચડે છે. કવિ દેપાળ સ્વભાવે ઘણો નમ્ર અને નિરભિમાની હતો. પોતાની કૃતિઓમાં એણે પોતાની લઘુતા દર્શાવી
(૨) ઋષિવર્ધન - કવિ ઋષિવર્ધન અચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય હતા. મધ્યકાળમાં નળદમયંતીની કથા વિશે લખાયેલી રાસ કૃતિ (ઈ.સ.૧૪૫૬માં) આગળની કૃતિઓમાં નોંધપાત્ર છે. કદની દષ્ટિએ આ રાસ નાનો છે. લગભગ સાડાત્રણસો કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. પૂર્વભવોના વૃત્તાન્તથી વીરમતી અને મમ્મણના ભવની અને ધણધૂસરીના ભવની કથાથી શરૂ થાય છે. નળદમયંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને “ઉલાલાની ઢાળમાં દમયંતીનુ ચિત્ર કવિએ ખડું કર્યું છે. નિષધ રાજાના રાજ્યની સમૃધ્ધિનું અને નળના લગ્ન મહોત્સવનું કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુકત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે.
યૌવનિ ચડીય સંપૂરઇ, રતિરંભા મદ ચૂરઈ' એવી દમયંતીનું સ્વયંવર મંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનોહર છે. નળદમયંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં એ સમયની લગ્ન વિધિનું પ્રતિબિંબ પડેલું જણાય છે.
રાસની છેલ્લી બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરા, રાસની રચના સાલ, રચના સ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરો કરે છે. રાસનું કદ નાનું હોવાથી કવિને પ્રસંગોના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે. કયાંક તો માત્ર નિર્દેશ કરીને પણ ચલાવવું પડ્યું છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણ શક્તિ છે, એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નળદમયંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે.
468