Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
રાસ, જંબૂસ્વામી રાસ, ધન્નાશાલીભદ્રનો રાસ, શ્રી ચંદ્રકેબલીનો રાસ, રામચશોરસાયન રાસ, ભરત બાહુબલિ રાસ, જયાનંદ કેવલીનો રાસ, વચ્છરાજદેવરાજ રાસ, સુરસુંદરી રાસ, નળદમયંતી રાસ, હરિબલ માછીનો રાસ, હિતશિક્ષાનો રાસ વગેરે મુખ્ય રાસો છે.
શ્રીચંદ્ગકેવલીનો રાસનું બીજું નામ આનંદમંદિર રાસ છે. આ રાસ શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજે રાધનપુર શહેરમાં પ્રારંભી તે આ જ નગરમાં વિ.સં.૧૭૭૦ મહા સુદી ૧૩ના શુભ દિવસે પરિપૂર્ણ કરેલ છે.
આ રાસમાં શ્રી વર્ધમાન આયંબીલ તપની આરાધનાના પ્રભાવે શ્રી ચંદનશેઠનો જીવ અતીત ચોવીશીમાં નિર્વાણી તીર્થંકરના તીર્થમાં શ્રી ચંદ્રકેવળી થઇ મોક્ષને પામે છે. વળી જેમનું નામ ૮૦૦ ચોવીશી સુધી અમર રહેનાર છે. તે શ્રી ચંદ્રકેવલીનું વિસ્તૃત ચિરત્ર ચાર ખંડમાં, ૧૧૧ ઢાળોમાં, ૭૬૪૯ ગાથાઓમાં નવા નવા પદ્યબંધોમાં શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુંદર રીતે આલેખ્યું છે.
પ્રથમ ખંડમાં ૨૦ ઢાળો છે. દ્વિતીય ખંડમાં ૧૬ ઢાળો છે. તૃતીય ખંડમાં ૨૭ ઢાળો છે. ચતુર્થ ખંડમાં ૫૫ ઢાળો છે.
આ રાસના પ્રથમ ખંડના પ્રારંભથી માંડીને ચોથા ખંડના અંત સુધી દૃષ્ટિ કરી વાંચનારને એ મહાપુરુષના પ્રતાપની પ્રબલતા વિષે આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના ન રહે. આ સર્વ પૂર્વભવને વિષે આચરેલ શ્રી આયંબિલ વર્ધમાન તપ નામે તપાચારના આરાધનનું ફળ જાણવું.
આ ગ્રંથના ત્રીજા ખંડમાં પ્રિયંગુ મંજરીએ પાણિગ્રહણ કરતા પહેલા શ્રીચંદ્રકુમારને અનેક પ્રશ્નો પૂછ્યા છે. તેનો વિસ્તાર છે. દેવદ્રવ્ય ભક્ષણ અંગે સંકાસની કથા, સાગર શેઠની કથા છે. સાધારણ દ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યના ભક્ષણ અંગે કર્મસાર અને પુણ્યસારની કથાઓ આપેલી છે.
ચતુર્થ ખંડમાં વિશેષ કરી શલ્યનો ઉધ્ધાર ન કરનારા દાંભિક જનોને શિખામણ આપવા અંગે રૂપી સાધ્વી, સુસઢ સાધુ, લક્ષ્મણા સાધ્વીની કથાઓ વિસ્તારથી છે.
આ રાસનું બીજું નામ આનંદમંદિર રાસ છે. તેનો હેતુ આ રાસના ચોથા ખંડની છેલ્લી ઢાળમાં દર્શાવેલ છે. આ રાસના પ્રત્યેક ખંડમાં પ્રસંગાનુસાર નીતિ આદિ વિષે વિવિધ પ્રકારના પ્રાસ્તાવિક શ્લોક, કુંડલીયા, દોહા, ચોપાઇ વગેરે અનેક જાતિના છંદો આવેલા છે. તેમજ કેટલીક ચમત્કારિક કથાઓ પણ આવેલી છે.
466