Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ
થ્થિરત્ન ચારિત્રવિલાસ ચતુરનિધાન, રામવિજય આનંદસાગર પ્રેમરત્ન, નેમચંદ્ર ધર્યરુચિ પં.હીરવિમલ જોશી શિવરામ ૫.જીવન ઠાકોર નરભે રામ બુધજી વિવેક માણિક્ય ધન્ના- શાલીભદ્ર
૧૮૭૦ ૧૮૭૧ ૧૮૭૨ ૧૮૭૬ ૧૮૮૨ ૧૮૮૯ ૧૯૧૪ ૧૯૨૬ ૧૯૨૭ ૧૯૩૨ ૧૯૫૩ ૧૯૦૧
ધન્યશાલિ ચરિત" - પોતાના વિવેકથી પાત્રદાનરૂપી ધાર્મિક પ્રવૃતિ દ્વારા જીવનને ઉચ્ચ સાધનાપથ ઉપર લઈ જવા માટે, શ્રેણિક અને મહાવીરના સમકાલીન રાજગૃહના બે શ્રેષ્ઠિ પુત્ર ધન્યકુમાર અને શાલિભદ્રના ચરિત્રો જૈન કવિઓને બહુ પ્રિય થઈ પડ્યાં છે. ધન્યકુમારની કથા અનુત્તરોવાઇદસાઓમાં આવે છે. સમાધિમરણ નામના પ્રકીર્ણકમાં ધન્ય અને શાલિભદ્રના કથાનકો આવે છે. આ બંને પણ પ્રત્યેક બુધ્ધોની શ્રેણિમાં આવે છે. આ બંનેને એક સાથે રાખીને ઘણી કૃતિઓ લખાઈ છે. કથાસાર - સુપ્રતિષ્ઠિત નગરમાં નૈગમશેઠ અને લક્ષ્મી શેઠાણીને ધનચંદ્ર વગેરે પાંચ પુત્રો હતા. ધન્યકુમાર તેમાં પાંચમો હતો. થોડા જ સમયમાં તે સકલ કલાઓમાં પારંગત બની ગયો. તેના મોટા ભાઇઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેણે જીવનની શરૂઆત કરતાં જ અનેક આશ્ચર્યજનક કામો કરી બતાવ્યા. તેણે પાડાઓ સાથે લડીને હજાર દીનાર મેળવી, મૃતક પશુ ખરીદી તેમાંથી કિંમતી રત્નો મેળવ્યાં, વગેરે. ભાઇઓમાં વધતી ઇર્ષાને કારણે તે ઘર છોડી ગયો અને બુધ્ધિવૈભવથી અનેક ચમત્કારોનું પ્રદર્શન કરી તેણે રાજગૃહમાં અનેક કન્યાઓ સાથે તથા ગોભદ્ર શેઠની પુત્રી સાથે લગ્ન કર્યા. અને સુખે જીવન જીવવા લાગ્યો. આ બાજુ માતા-પિતા તથા ભાઈઓની હાલત ખરાબ ને ખરાબ થતી ગઈ. તેમને આજીવિકા માટે મજૂરી કરવી પડતી હતી. તેણે તેમને મદદ કરી ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી.
શાલિભદ્ર પૂર્વભવમાં ગરીબ વિધવાના પુત્ર હતા. તેમનું નામ સંગમક ગોવાળ
441