Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા
લાલ વિજય ચુનીલાલ, ચારિત્રસુખ?
૧૯૧૩
૧૯૨૯
યશોધર ચરિત
જૈન કાવ્ય સાહિત્યમાં ગુલાબચંદ્ર ચૌધરીના જણાવ્યા મુજબ
યશોધર ચરિત્રઃ- અહિંસાનું માહાત્મ્ય તથા હિંસા અને વ્યાભિચારનું દુષ્પરિણામ દર્શાવવા યશોધર નૃપની કથા પ્રાચીન કાળથી જૈન કવિઓને બહુ જ પ્રિય રહી છે. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં સાધારણથી શરૂ કરી ઉચ્ચકોટિની અનેક રચનાઓ મળે છે.
કથાસારઃ- એકવાર રાજપુરના રાજા મારિદત્ત ચંડમારી દેવીના મંદિરમાં બધી જાતના પ્રાણીઓની જોડીઓની બલિ ચડાવવાનું અનુષ્ઠાન કરે છે. જેથી તેને લોકવિજય કરનારી તલવાર પ્રાપ્ત થાય. ત્યાં નર નારી તરીકે બલિ માટે મુનિકુમાર અભયરુચિ અને અભયમતી (સહોદર ભાઇ-બહેન)ને પકડીને લાવવામાં આવ્યા. તે બંને એક મુનિસંઘના સદસ્ય હતા અને ભિક્ષા માટે નગરમાં આવ્યા હતાં. તેમને જોઇ મારિદત્તનું ચિત્ત કરૂણાથી દ્રવી ઉઠ્યું અને તેણે તેમનો પિરચય પૂછ્યો. તે બંનેએ પોતાના વર્તમાન જન્મનો સીધો પરિચય ન આપતાં પોતાના પૂર્વભવોની કથા સંભળાવી અને અંતે કહ્યું કે તે બંને તે રાજાના ભાણી-ભાણિયો છે. અભયરુચિએ બલિ માટે લાવવામાં આવેલા અનેક જીવોને જોઇ હિંસાની કઠોર નિંદા કરી અને પોતાના પૂર્વજો સાથે સંબંધ ધરાવતી, જીવતા મરઘાની જ નહિ પરંતુ લોટના બનાવેલા મરઘાની બલિ ચડાવવાથી અને તેને ખાવાથી કેવાં દારૂણ ફળો જન્મોજન્મ ભોગવવાં પડે છે તેની અદ્ભુત કથા નીચે પ્રમાણે કહી.
અભયરુચિએ કહ્યું કે આઠ પૂર્વભવોની આ કથા છે. પહેલા ભવમાં તે ઉજ્જયિનીનો યશોધર નામનો રાજા હતો. તેની રાણી એક રાતે કુબડા, કુરૂપ મહાવતનું ગાન સાંભળી તેના ઉપર આસક્ત થઇ ગઇ અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી રાતના પાછલાં ભાગમાં તેની સાથે કામક્રીડા કરવા લાગી. એકવાર રાતે આ કૃત્યને રાજાએ પોતે પોતાની નજરે જોયું પરંતુ કુલિનંદાના ભયને કારણે તે બંનેને તે મારી ન શક્યો અને ચૂપચાપ સૂઇ ગયો. સવારે બહુ ભારે હૃદયે અને ઉદાસીનતાપૂર્વક તે પોતાની માતાને મળ્યો અને ઉદાસીનતાનું કારણ એક દુઃસ્વપ્ન દર્શાવ્યું. જેમાં તેણે પોતાની રાણીના દુશ્ચરિત્રનો આભાસ આપ્યો પરંતુ તે સમજી ન શકી અને દુઃસ્વપ્નના વારણ માટે તેણે દેવીને માટે બકરીના બચ્ચાનો બલિ ચડાવવા કહ્યું. પરંતુ તેણે તેમ કરવા ઇન્કાર કરી દીધો. પરંતુ માતાના અતિ આગ્રહને કારણે લોટના
454