Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આ ઉપરાંત રત્નસાર કુમાર રાસ સં.૧પ૮રમાં રચ્યો. જેમાં આત્મરાજ રત્નસાર કુમારની કથા વર્ણવી છે.
સંવત ૧૫૮૨માં, પ્રસન્નચંદ્રરાજર્ષિ રાસ, જેમાં પ્રસન્નચંદ્ રાજર્ષિની કથા ગૂંથી છે. પરદેશી રાજાનો રાસ, જેમાં પરદેશી રાજાની કથા આલેખી છે. શુકરાજ સહેલી કથા રાસ, જંબુઅંતરંગ રાસની રચના કરી. જેમાં જંબૂની કથા વર્ણવી છે.
લાવણ્યરત્ન વત્સરાજ દેવરાજ રાસ સંવત ૧૫૭૧માં રચ્યો. ૪૭૫ કડીના આ રાસમાં વત્સરાજ- દેવરાજની કથા ગૂંથી છે.
અમીપાલે મહિપાલનો રાસ સંવત ૧૫૭રમાં રચ્યો. જેમાં મહિપાલની કથા ગૂંથી
જયવલ્લભે ગૃહીધર્મ રાસ(સમ્યકત્વ મૂલ બારવ્રત રાસ) રચ્યો. રચના સંવત ૧૫૭૭, ૫૯ કડીમાં રાસ રચાયો છે. તેમણે ધન્ના આણગારનો રાસ પણ રચ્યો. જેમાં ધન્નાનો ત્યાગ કથા દ્વારા ગૂંથી લેવાયો છે. - સૌભાગ્યસાગરસૂરિએ સંવત ૧૫૭૮માં ચંપકમાલા રાસ રચ્યો. જેમાં ચંપકમાલા સતીનું ચરિત્ર વર્ણવાયું છે.
ચારચંદ્રએ સંવત ૧૯૪૦માં ૧૧૭ કડીનો મહાબલ મલયસુંદરી રાસ રચ્યો. જેમાં મહાબલ-મલયસુંદરીની કથા વર્ણવી છે.
- સિંહદત્તસૂરિએ સ્થૂલિભદ્ર રાસ રચ્યો જેમાં યુલિભદ્રના શીલનું વર્ણન કથા દ્વારા ગૂંથી લેવાયું છે.
વિનયસમુદ્ર ચંદનબાળા રાસ રચ્યો. સંવત ૧૬૦૪માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. સંવત ૧૬૦૫માં રોહિણેય(ચોરમુનિ) રાસ રચ્યો. જેમાં રોહિણેયની કથા આલેખી છે.
ભીમ (શ્રાવકે) સંવત ૧૫૭૪માં અગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્તની કથા ગૂંથી છે.
સાધુરત્નસૂરિએ સંવત ૧૫૭રમાં કયવન્ના રાસ રચ્યો. જેમાં ક્યવન્નાની કથા વર્ણવી છે.
વિજયદેવસૂરિએ શીલપ્રકાશ રાસ (નેમિજિન) રચ્યો. જેમાં નેમિનાથનું જીવન ચરિત્ર આલેખાયુ છે.
શુભવર્ધન શિષ્ય અષાઢભૂતિ મુનિનો રાસ રચ્યો. જેમાં અષાઢાભૂતિ મુનિની
397