Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પિતાએ તેને પરણાવ્યો. ત્યારપછી સંસારના સુખમાં લીન થઇ તેણે ઘણા દિવસો પસાર કર્યા.
એકવાર ભગવાન શ્રી અરિષ્ટનેમિ અઢાર હજાર સાધુઓ થી પરિવરેલા દ્વારકાનગરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વંદન કરવાને માટે કૃષ્ણ વાસુદેવ ઢંઢણકુમાર સાથે નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે ભગવાને કુમતરૂપ અંધકારને દૂર કરનારી, પતિતજનનો ઉધ્ધાર કરનારી, અમૃતના ઝરણા જેવી, મોહમલ્લનો નાશ કરનારી, સર્વજનને આનંદ આપનારી, માલકોશ રાગનો અનુવાદ કરનારી, સમગ્ર કલેશનો નાશ કરનારી દેશના આપવાની શરૂ કરી.
તે સાંભળતા ઢંઢણકુમારનું મન વૈરાગ્ય રસથી રંગાઈ જવાને લીધે તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે દ્વારકા પુરીમાં ભિક્ષા ને માટે ફરે છે. કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય તરીકે પ્રખ્યાત છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી નથી અને અશુધ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી. એક વખત નેમિનાથ ભગવાને તેને કહ્યું કે “હે ઢંઢણ! તે પૂર્વભવમાં બાંધેલુ અંતરાય કર્મ ઉદય ભાવમાં આવેલું છે. તેથી તને શુધ્ધ આહાર મળતો નથી, માટે બીજા મુનિએ લાવેલો આહાર ગ્રહણ કર.'
ત્યારે હાથ જોડીને ઢંઢણે કહ્યું કે-“હે ત્રિલોકનાથ! જ્યારે મારું અંતરાય કર્મ ક્ષય પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલો શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો તે બરાબર નથી.” આ પ્રમાણે કહીને તેણે એવો અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીધો. પછી હંમેશા અવ્યાકુળ મને ભિક્ષા માટે ફરે છે. પરંતુ તેને શુધ્ધ આહાર મળતો નથી. તેથી તે ભૂખ અને તરસ સહન કરે છે. આ પ્રમાણે તેણે કેટલોક સમય પસાર થયો.
એક દિવસ નેમીસ્વર ભગવાનને વંદન કરવા માટે કુષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વંદન કરીને કૃષ્ણ વાસુદેવે પૂછયું કે- આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનારો કયો સાધુ છે?” તે વખતે ભગવાને કહ્યું, ‘દુષ્કર કરનાર તો બધા સાધુઓ છે, પણ તેમા ઢંઢણમુનિ વિશેષ છે.” વાસુદેવે કહ્યું કે-“હે ભગવાન! કયા ગુણથી તે વિશેષ છે?' ત્યારે ભગવાને તેનો વિશિષ્ટ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિષિત થઈ કૃષ્ણ બોલ્યા કે -‘તે ધન્ય એવા ઢંઢણમુનિ કયાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે.” ભગવાને કહ્યું કે- ભિક્ષાને માટે શહેરમાં ગયેલા છે. તેમને સામા જ મળશે.” પછી સ્વામીને વાંદીને દ્વારકાપુરીમાં પાછા આવતા હાથી ઉપર બેઠેલા કૃષ્ણ ઢંઢણમુનિને બજારમાંથી સામે આવતા જોયા. કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી ઢંઢણમુનિની ત્રણ પ્રદક્ષિણા કરી. ઘણા ભાવપૂર્વક તેમને વાંદ્યા અને કહ્યું કે- હે મુનિ! તમને ધન્ય
386