Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વિશ્વામિત્ર ઋષિ (ગા-૮, પા-૧૧), વંકચૂલ (ગા-૪૬, પા-૯૯) શીલવતી (ગા-૫૬, પા-૧૬૭), સીતાજી (ગા-૧૦૮, પા-૨૨૨) સુદર્શન શેઠ (ગા-૪૫, પા-૯૩), સુભદ્રાસતી (ગા-પર, પા-૧૦૪) સુંદરી (ગા-૫૪, પા-૧૧૨), સૂર્ય (ગા-૨૦, પા-૨૪) સ્થૂલભદ્ર (ગા-૪૧, પા-૭૪)
ઉપરના દૃષ્ટાંતો દ્વારા શીલનું મહત્ત્વ સમજાવી ગ્રંથકાર શીલપાલનનો ઉપદેશ આપે છે. અને શીલ રક્ષાનો ઉપાય, શીલપાલનના ફળનું કથન, સ્ત્રીના દોષો, સ્ત્રીઓથી વિરક્ત બનેલાની પ્રશંસા, સતી શબ્દનો અર્થ, તત્ત્વજ્ઞાની કે પંડિત માટે પણ શીલપાલન દુષ્કર છે. આદિ અનેક બાબતોનો આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે.
આમ, આ ગ્રંથ શીલની મહત્તા દર્શાવે છે.
૧૬મી સદી
પ્રદ્યુમ્ન ચરિત્ર સંવત ૧૫૩૧
પ્રદ્યુમ્ન સંક્ષિપ્ત કથાઃ- શ્રી કૃષ્ણની રાણી રુક્મિણીથી પ્રદ્યુમ્ન જન્મ્યા હતા. જન્મની છઠ્ઠી રાતે તેને ધૂમકેતુ રાક્ષસ અપહરણ કરી લઇ ગયો. અને એક શીલા નીચે દબાવી ભાગી ગયો. તે વખતે કાલસંવર વિદ્યાધરે તેને ઉપાડી લીધો અને પોતાની પત્નીને પુત્રરૂપે ઉછેરવા આપી દીધો. જ્યારે પ્રદ્યુમ્ન યુવાન થયો ત્યારે તેણે કાલસંવરના શત્રુ સિંહરથને હરાવ્યો. પ્રદ્યુમ્નનું બળ અને તેનું પ્રતિભાચાતુર્ય જોઇ કાલસંવરના બીજા પુત્રો ઇર્ષ્યાથી બળવા લાગ્યા. જિનદર્શનના બહાને તેઓ તેને વનમાં લઇ ગયા અને એક પછી એક અનેક વિપત્તિઓમાં તેને ફસાવતા ગયા. પરંતુ પ્રદ્યુમ્ન તો નિર્ભયતાથી વિપત્તિઓ ઉપર વિજય મેળવી અનેક વિદ્યાઓ પામી સમૃધ્ધ બની ગયો. તેણે પોતાના બુધ્ધિ કૌશલ્યથી પાલક માતા કંચનમાલા પાસેથી પણ ત્રણ વિદ્યાઓ પ્રાપ્ત કરી. પરંતુ કંચનમાલા પોતાનો સ્વાર્થ સધાતો નથી એ જોઇ ગુસ્સે થઇ ગઇ. કાલસંવરના કાન ભંભેર્યા, તે પ્રદ્યુમ્નને મારવા તૈયાર થયો. તે જ વખતે નારદે આવી પ્રદ્યુમ્નનો બચાવ કર્યો. પછીથી વાસ્તવિક સ્થિતિની જાણ થઇ. પ્રદ્યુમ્ન દ્વારિકા જવા નીકળ્યા. રસ્તામાં દુર્યોધનના વિવાહ માટે જઇ રહેલી કન્યાનું અપહરણ કરી વિમાનમાં દ્વારિકા આવ્યા. દ્વારિકા આવ્યા પછી પોતાની બીજી માતાના પુત્ર ભાનુકુમાર અને સત્યભામાને પોતાની વિદ્યાઓથી ચકિત કરી દીધા. ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ લઇ તે પોતાની માતા રુકમણિ પાસે ગયા. ત્યાં પોતાના કાકા બલરામ અને સત્યભામાની દાસીઓની પજવણી કરી. પછી પ્રદ્યુમ્ને માયા કરી
372