Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ક્યાંય નહિ હશે.) તે તેના ચક્રવાક સાથે ખૂબ આનંદથી રહેતી હતી.
એકવાર એક હાથી તેઓ જે તળાવમાં રમતા હતા ત્યાં નાહવા માટે આવે છે. એના ડરથી તે ચક્રવાક સાથે ઉંચે ઉડી ગઈ. એ પછી હાથી નદીમાંથી નીકળી પોતાને રસ્તે જાય છે ત્યારે એક જુવાન પારધિએ ધનુષ પર બાણ ચઢાવીને ખૂબ જોરથી ખેંચ્યું. ને હાથી ઉપર તાક્યું. પરંતુ તે કમનસીબે હાથીને ન લાગતા તેના નર ચક્રવાકને વાગે છે. તે મરી જાય છે. તેના પ્રિય પાછળ તે પણ સ્નેહીનો વિયોગ થવાથી મરે છે.
અને તે હવે પોતાના પ્રિયને મળવા માટે તત્પર બને છે અને પોતાની સખીને કહે છે કે જો તેનો પ્રિયજન નહિ મળે તો તેનો વિયોગનું દુ:ખ ખમવું પડે છે તેવું ફરીવાર ન થાય તે માટે તે સાધ્વી થશે.
કૌમુદી પર્વના દિવસે પોતાના પ્રિયજનને મેળવવા તે આગળના ભવની બધી છબીઓ દોરે છે અને તે હવેલી બહાર મૂકે છે. પોતાની સખીને બધું સમજાવે છે.
સખી સવારથી સાંજ સુધી ઉભી રહે છે. પણ કોઈ નથી આવતું અને મોડી રાત્રે એક યુવાન આવે છે અને જેને આ જોતાં જ મૂર્છા આવે છે અને આગળના ભવ યાદ આવી જાય છે. ત્યારે તેને એની પ્રિયા તેની પાછળ સ્નેહને લીધે મૃત્યુ પામેલી જાણી વધારે વિયોગ સતાવે છે.
તે એક મોટા વ્યાપારી ધનદેવ શેઠનો દીકરો હોય છે. તેનું નામ પદ્મદેવ હતું. તે તરંગવતીના ઘરે માંગુ લઇને પિતાને મોકલે છે. પરંતુ તરંગવતીના પિતા ના પાડે છે. ત્યારે તરંગવતી ધીરજ ગુમાવીને પદ્મદેવ પાસે પહોંચી જાય છે. અને તેણી તેને સાથે પરદેશ જવા મજબૂર કરે છે. બંને નાસી જાય છે.
વહાણમાં બેસીને જતા બીજા કાંઠે લૂંટારાઓ તેમને ઘેરી લે છે.
સરદાર પાસે લઈ જાય છે. બંનેની કાળી દેવી આગળ બલિ ચઢાવવાનું નક્કી થાય છે. એકવાર તરંગવતી એક સ્ત્રીના મોઢે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે જે સરદારનો એક માણસ સાંભળી જાય છે. તેને આ બંનેની દયા આવે છે અને તેઓને ત્યાંથી છોડાવી બીજા ગામમાં પહોંચાડે છે. તેઓ એ ગામમાં મંદિરમાં પહોંચે છે આરામ કરે છે. ત્યાં એક યુવાન ઘોડા પર બેસીને આવે છે અને તેના સ્વામીના પગમાં પડી રહે છે. અને એ લોકોને કહે છે કે તમારા માતા-પિતા તમને શોધી રહ્યા છે. વિષ્પાસ કરાવી પછી તેમના ઘરે લઇ જાય છે તેમને પોતાના મૂળ ગામે પહોંચાડે
378.