Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બનાવી દઇને, શ્રી અભયકુમારની સાધુજીવનને જીવવાની ઇચ્છાને પ્રધાન બનાવી દીધી. મહારાજા શ્રી શ્રેણિકે, શ્રી અભયકુમારને દીક્ષા ગ્રહણ કરવાની રજા આનન્દપૂર્વક આપી. મહારાજા શ્રી શ્રેણિકને શ્રી અભયકુમાર પ્રત્યે જેવો તેવો રાગ નહિ હતો. શ્રી અભયકુમારે મહારાજા શ્રી શ્રેણિકનાં અંગત તેમજ રાજ્ય સંબંધી કેટલાક કાર્યો તો એવાં કરી આપ્યાં હતાં કે-બીજો કોઇ જ એમનાં એ કાર્યોને કરી આપી શકે નહિ; અને જો એ કાર્યો થાય નહિ, તો એથી મહારાજા શ્રી શ્રેણિકના મનદુઃખાદિનો પાર પણ રહે નહિ, એવાં એ કાર્યો હતો. શ્રી અભયકુમાર જેમ અજબ પિતૃભક્ત હતા. તેમ બુદ્ધિશાળીઓમાં પણ અજોડ હતા. આવા પુત્રને દીક્ષા લેવાની આજ્ઞા આનન્દ પૂર્વક આપવી, એ શું રમત વાત છે? મોહના જોર સામે ધર્મરાગનું જોર જ્યારે ફાવે, ત્યારે જ આ બને ને? મહારાજા શ્રી શ્રેણિકે પોતાનું પિતા તરીકેનું કર્તવ્ય પાળવામાં કચાશ નથી રાખી, શ્રી અભયકુમારના ઉભય લોકના હિતની ચિન્તા તેમણે કરી છે. જો તે સંસારમાં રહે, તો તેમને રાજ્ય આપવાની ઇચ્છા હતી અને જો તેમને સંસારમાં ન જ રહેવું હોય તો, તેમને દીક્ષા પણ હર્ષથી જ અપાવવી હતી. પિતા બનેલાઓએ, આ વાત ધ્યાનમાં લેવા જેવી છે ને? તમારામાંના ઘણા પિતા તો છે જ, પણ પિતા તરીકેના પોતાના કર્તવ્યનો વિચાર કરનારા કેટલા છે? તમારાં સંતાનો જો ભવભયથી ભયભીત બનીને સંસારને તજવાને તૈયાર થાય, તો તમે બધા એમાં રાજી તો ખરા
પુત્રની ને માતાની દીક્ષા:
મહારાજા શ્રી શ્રેણિકની આજ્ઞા મળતાં. શ્રી અભયકુમારે, ભગવાનની પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. શ્રી અભયકુમારની પાછળ, શ્રી અભયકુમારની માતા શ્રીમતી નન્દાએ પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી."
શ્રી સુદર્શન કામ વિજેતા બનવું હોય, તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગનું આલંબન ગ્રહણ કરવું જોઇએ અને એ માર્ગની આરાધના કરવાના લક્ષ્યવાળા બનવું જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની આરાધના કરવાને માટે પણ, કામવિજેતા બનવું એ આવશ્યક છે. કામથી જીતાએલો ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકતો નથી. સઘળાંય, માનુષી અને દેવી ભોગસુખો તરફ ધૃણાભાવ પ્રગટે અને એક મોક્ષસુખની જ તાલાવેલી લાગે, તો જ ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકાય છે. ભગવાને કહેલા માર્ગની આરાધના કરવાના અભિલાષી ગૃહસ્થો પણ, ધારે તો કામવિજેતા બની શકે છે. સ્વ
338.