Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
(૧)રાજા શંખ અને રાણી કલાવતીના રૂપે જન્મ લઈ સમ્યકત્વ અને શીલના પ્રભાવે ઉત્તરોત્તર વિકાસ કરી પછીના ભાવોમાં (૨)રાજા કમલસેન રાણી ગુણસેના (સર્ગબીજો) (૩)દેવસિંહ રાજા અને રાણી કનકસુંદરી (સર્ગ ત્રીજો) (૪)દેવરથ અને રત્નાવલી (સર્ગ ચોથો) (૫)પૂર્ણ ચંદ્ર અને પુષ્પસુંદરી (સર્ગ ૫) (૬)શૂરસેન અને મુક્તાવલી (૭) પદ્મોતર અને હરિવેગ (૮)ગિરિ સુંદર અને રત્નસાર (વૈમાતૃક ભાઈ) (૯)કનકધ્વજ અને જયસુંદર (સહોદર ભાઈ) (૧૦)કુસુમાયુધ અને કુસુમકેતુ (પિતાપુત્ર) (૧૧)મહારાજા પૃથ્વીચંદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર થયા. બંનેના મનોભાવો એટલા નિર્મળ હતા કે બંને ગૃહસ્થાવસ્થામાં જ કેવલી બની મોક્ષે ગયા. પૃથ્વીચંદ્ર ચરિત:- પૃથ્વીચંદ્ર રાજાની કથા પણ પ્રત્યેક બુધ્ધ ચરિતોની શ્રેણીમાં આવે છે. કારણકે સમ્યગ્દર્શનના પ્રભાવથી પોતાનો એટલો તો આધ્યાત્મિક વિકાસ કર્યો હતો કે તેમને ગૃહસ્થાવસ્થામાં જ કોઈના ઉપદેશ વિના જ કેવળજ્ઞાન થઈ ગયું, મોક્ષ પણ મળી ગયો. જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત તથા લોકભાષામાં અનેક કૃતિઓ રચી છે.” ૧.પૃથ્વીચંદ્ર ચરિય
સત્યાચાર્ય (સં.૧૧૬૧)પ્રાકૃત ર.પૃથ્વીચંદ્ર ચરિત્ર
માણિક્ય સુંદર (સં.૧૪૭૮)જૂની ગુજરાતી ૩.પૃથ્વીચંદ્ર ચરિત્ર
જયસાગર ગણિ (સં.૧પ૦૩) ૪.પૃથ્વીચંદ્ર ચરિત્ર
સત્યરાજ ગણિ (સં.૧પ૩૪) ૫.પૃથ્વીચંદ્ર ચરિત્ર
લબ્ધિ સાગર (સં.૧પપ૮) ૬.પૃથ્વીચંદ્ર ચરિત્ર
રૂપવિજય (સં.૧૮૮૨) ૭.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત ૮.પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર ૯.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત સંસ્કૃત ગદ્ય ૧૦.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત
શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગર કથા શ્રી ઋષભદેવ ભગવાનના પાદપદ્મથી પુનિત બનેલી અયોધ્યા નામ સાર્થક કરતી અયોધ્યાપુરી-દાન-માન, ગીતનૃત્ય અને સત્કૃત્યથી સ્વર્ગપુરીને મહાત કરે તેવી હતી. આ અયોધ્યાનગરીમાં હરિસિંહ રાજાનું શાસન ચાલતું હતું. તે શૂરવીર દાનવીર, ધીર અને ગંભીર હતો. સેવકોની ઈચ્છા પૂર્ણ કરવામાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમો અને વાચકોનાં મનોરથ પૂર્ણ કરવામાં સાક્ષાત્ કુબેરના જેવો હતો. તેની નેત્રરૂપી પદ્મથી પરાભૂત એવી પદ્માવતી નામની પટરાણી હતી.
અજ્ઞાત
198