Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બુધ્ધનું સુપ્રસિધ્ધ બહુજનહિતાય બહુજનસુખાય સૂત્ર એમ કહે છે કે ઘણા જીવોના હિત માટે અને ઘણા જીવોના સુખ માટે કરો.
ભગવાન મહાવીર કહે છે કે સર્વજન જ નહિ સર્વજીવનો સિધ્ધાંત ઊંચો છે.
પીર્વાત્ય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ મહાવીર પ્રભુનાં જીવન વિષે તેમજ તેમના આદર્શો વિષે સારો પ્રકાશ પાડ્યો છે. તેઓએ મહાવીર અને બુધ્ધની તુલના કરી છે અને “બુધ્ધ અને મહાવીર' નામક ગ્રંથ લખી બંનેને સમાન કક્ષામાં મૂકવા પ્રયત્ન કર્યો છે. જૈનોના પ્રથમ બાવીશ તીર્થકરો વિષે આપણને પૂરતી માહિતી મળતી નથી. જ્યારે પાર્શ્વનાથજી અને મહાવીર પ્રભુના જીવન વિષે, તેમના સિધ્ધાંતો વિષે તેમજ તેમના સમય વિષે પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. મહાવીર પ્રભુના જીવન અને કાર્ય વિષે આપણને પૂરતી સામગ્રી મળી રહે છે."
પ્રો.લોયમન મહાવીર પ્રભુ વિષે જણાવે છે કે તે અલૌકિક પુરુષ હતા. એ મહાન વિચારક, દર્શનકાર હતા. એમણે આપણને તત્ત્વવિદ્યા, વિશ્વવિદ્યા, જીવવિદ્યા, માનસશાસ્ત્ર વગેરે આપ્યા છે.
ભગવાન મહાવીરનો સમય અને જન્મ:
ઇતિહાસવિદો અને પુરાતત્વવેત્તાઓના નિર્ણય પ્રમાણે શ્રી મહાવીર પ્રભુ પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ૧૭૮ વર્ષે જન્મ્યા અર્થાત પ્રભુનો જન્મ વિ.સં.પૂર્વે પ૪રમાં થયો હતો.
શ્રી મહાવીર પ્રભુ ઇક્વાકુ વંશમાં ક્ષત્રિયને ઘેર જન્મ્યા હતા એમના પિતા સિધ્ધાર્થ ક્ષત્રિયકુંડ નામના ગામના રાજા હતા. એમ શ્રી હેમચંદ્રાચાર્યજી એમના “ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર” નામના ગ્રંથમાં જણાવે છે.
શ્રી મહાવીર અને બુધ્ધ ધર્મના સંસ્થાપક શ્રી ગૌતમ બુધ્ધ બંને એક જ દેશ મગધમાં અને ઇક્વાકુ કુળમાં જન્મ્યા હતા. આમ, એક જ સમયમાં એક જ ભૂમિમાં બે પયગંબર જન્મે એ યુગ ખરેખર આપણા ધર્મના અને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જ લખાવો જોઈએ.
- મહાવીર કાલીન ચરિત્રો:
મહાવીર પ્રભુના સમયમાં નંદ મણિયારનું કથાનક -
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નામે નગરમાં ગુણશીલક ચૈત્ય છે. ત્યાં શ્રેણિક રાજા છે. તે જ નગરમાં નંદ નામે એક મણિયાર શેઠ રહેતો હતો. પ્રભુ મહાવીરના
323