Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ધનાઢ્ય કામદેવ ગૃહપતિ હતો. એકવાર પ્રભુ મહાવીર ચંપાનગરીમાં પધારે છે. પ્રભુનું સમવસરણ રચાય છે. અને પરમાત્મા દેશના આપે છે. ધર્મશ્રવણ કરવા કામદેવ પણ જાય છે અને પ્રભુની વાણી સાંભળી ગૃહસ્થ ધર્મ સ્વીકારી બાર વ્રત ધારણ કરે છે. તેની પત્ની ભદ્રા પણ ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે છે. એકવાર ધર્મ જાગરણ કરતા કામદેવને મિથ્યાદષ્ટિ દેવ દ્વારા મરણાંત ઉપસર્ગ કરવામાં આવે છે. ત્યારે તે સમભાવ પૂર્વક સહન કરે છે. આથી દેવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી કામદેવની પ્રશંસા કરે છે અને ક્ષમાયાચના કરે છે. ભગવાન દ્વારા કામદેવની પ્રશંસા કરાય છે. ભગવાન ત્યાંથી બીજે વિહાર કરે છે. ત્યારબાદ કામદેવ ઉપાસક પ્રતિમા ગ્રહણ કરે છે. ત્યાર બાદ અનશન કરે છે. એક માસની સંલેખના બાદ સમાધિ પૂર્વક મૃત્યુ પામી સૌધર્મ કલ્પમાં અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ ગતિને પામશે." ચુલનીપિતા:- તે સમયે વારાણસી નામે નગરી હતી. કોષ્ટક નામનું ચૈત્ય હતું. જ્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. ચુલનીપિતા ધનાઢ્ય શેઠ હતો. તેની પત્નીનું નામ શ્યામા હતું. એકવાર પ્રભુ મહાવીર વારાણસી નગરીમાં પધારે છે. ત્યારે પરમાત્માના દર્શન માટે ચુલની પિતા જાય છે. દેવો દ્વારા પ્રભુનું સમવસરણ રચાય છે. પરમાત્મા દેશના આપે છે. જે સાંભળી ચુલનીપિતા ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. શ્યામા પણ શ્રમણોપાસિકા બની ગઈ. એકવાર ચુલની પિતા ધર્મ જાગરણ કરે છે. ત્યારે દેવ દ્વારા પોતાના જ્યેષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગ કરવામાં આવે છે તે સમભાવ પૂર્વક સહન કરે છે. દેવ દ્વારા તેમની માતાને મારવાની વાત સાંભળી સહન ન થતાં કોલાહલ કરે છે અને દેવ માયા વિતુર્વી આકાશમાં ઉડે છે. ત્યારબાદ ચુલની પિતા પ્રાયશ્ચિત લે છે અને ઉપાસક પ્રતિમા ગ્રહણ કરે છે. ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ અગ્વિાર પ્રતિમા ધારણ કરે છે.
કોઇ એક દિવસ મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા સંલેખના સ્વીકારવાનો સંકલ્પ કરે છે અને સંલેખના સ્વીકારી સમાધિ મરણ પામી અરુણપ્રભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી થઇને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે." સુરાદેવ કથાનકઃ- વારાણસી નગરી હતી. તેમાં કોઇક ચેત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે ધનાઢ્ય હતો. તેની પત્નીનું નામ ધન્ના હતું. એકવાર શ્રમણ ભગવાન મહાવીર વારાણસી નગરીમાં પધારે છે. જિતશત્રુ રાજા પણ વંદન કરવા જાય છે. સુરાદેવ પણ ધર્મ શ્રવણ કરવા જાય છે. પ્રભુની વાણી સાંભળી તે શ્રમણધર્મ સ્વીકાર કરે છે. તેની પત્ની શ્રમણોપાસિકા બને છે.
સુરાદેવ ધર્મ જાગરણ કરે છે ત્યારે દેવ દ્વારા તેના જ્યેષ્ઠ પુત્રના મરણ રૂપ ઉપસર્ગ
325