Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૭. મહાકાલનિધિ - સોના, ચાંદી, મોતી, પ્રવાલ, લોખંડ વગેરેની ખાણો ઉત્પન્ન કરાવવામાં સહાયક બને છે. ૮. માણનિધિ:- કવચ, ઢાલ, તલવાર વગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય આયુધ, યુધ્ધનિધિ તથા દંડનીતિ વગેરેની જાણકારી કરાવનાર છે. ૯. શંખનિધિ:- વિવિધ પ્રકારના વાદ્ય, કાવ્ય-નાટક વગેરેના વિધિ અંગે જ્ઞાન કરાવનાર.
આ બધા નિધિ અવિનાશી હોય છે. દિવિજયથી પાછા વળતી વખતે ગંગાના પશ્ચિમ તટ પર અઠ્ઠમતપ દ્વારા ચક્રવર્તી સમ્રાટને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક નિધિ એક એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. એની ઊંચાઈ આઠ યોજન, પહોળાઈ નવયોજન તથા લંબાઇ દશ યોજન હોય છે. આ બધા નિધિ સ્વર્ણ અને રત્નોથી પરિપૂર્ણ હોય છે. ચંદ્ર અને સૂર્યના ચિહ્નોથી તે ચિહ્નિત હોય છે. તથા પલ્યોપમ આયુવાલા નાગકુમાર જાતિના દેવ તેના અધિષ્ઠાયક હોય છે.
આ નવનિધિઓ કામવૃષ્ટિ નામક ગૃહપતિ રત્નના આધીનમાં હતા. તેમજ ચક્રવર્તીના સમસ્ત મનોરથોને સંદેવ પૂર્ણ કરે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નવનિધિઓના નામ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે. (૧)મહાપદ્મ (૨)પદ્મ (૩)શંખ (૪)મકર (૫)કચ્છપ (૬) મુકુંદ (૭)કુંદ (૮)નીલ (૯)ખર્વ. આ નિધિને કુબેરનો ખજાનો પણ કહેવામાં આવે છે.
- પર્વ ૧લું છઠ્ઠોસર્ગ - ચક્રવર્તી - (૧) ભરત:- છ ખંડનો નાથ, ૧૪ રત્નો ને નવનિધાનનો માલિક હતો. ભગવાન ઋષભદેવ અને રાણી સુમંગલાનો જ્યેષ્ઠ પુત્ર. એકવાર આરિસા ભુવનમાં વીંટી વિનાની આંગળી જોઇ. એનામાં એથી અનિત્ય સંસાર પ્રત્યેની અસારતા જાગી. એમણે એક એક અલંકારો ત્યજી ત્યાં જ દીક્ષા લીધી. એ ઉચ્ચ ભાવનામાં આરૂઢ થવાથી કેવલી થયા. એમણે અષ્ટાપદ ઉપર મુક્તિ સુંદરીને મેળવી. (૨) સગર ચક્રવર્તી:- અયોધ્યા નગરીના સુમિત્રરાજા અને યશોમતી રાણીનો કુમાર હતા. છ ખંડ પૃથ્વીના વિજેતા ૩ર૦૦૦ રાજ્યોના માલિક અને ૪પ૦ ધનુષની કાયા હતી. તેમણે ૭ર લાખ પૂર્વ આ ભૂમિને ભોગવી શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં થઈ ગયા. તે ૧૪ રત્નો, નવનિધાન ૬૪ હજાર રાણીઓના સ્વામી હતા. એમણે રાજ્ય વૈભવ ભોગવતા છતાં ધર્મ આરાધના સાધી લીધી. એમણે અજિતનાથ ભગવાન
232