Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આપ્યો. પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેની માતાને હું ઘુતમાં જીતી શકયો ન હતો એમ વિચારીને પ્રભુના પિતાએ તેનું નામ અજિત રાખ્યું. તીર્થકર જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. આથી પોતાની મેળે જ સર્વ કળા અને શાસ્ત્રજ્ઞાન જાણી ગયા. વિવાહ યોગ્ય થતા જીતશત્રુ રાજાએ તેમના લગ્ન કર્યા. તેમજ રાજ્યાભિષેક કર્યો. સમય જતાં લોકાંતિક દેવો આવે છે અને અજિતનાથ પ્રભુને ધર્મતીર્થની સ્થાપના કરવાનું કહે છે. પ્રભુ આત્મચિંતવનમાં તો હતા જ. દેવોની વાતથી તેમનો ભવ વૈરાગ્ય મજબૂત પામ્યો. સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં મહાસુદ-૯ને રોહિણી નક્ષત્રમાં ચંદ્રના યોગે હજાર રાજાઓની સાથે છઠ્ઠનો તપ કરી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ઘરે ક્ષીર વડે છઠ્ઠ તપનું પારણુ કર્યું. પ્રભુને જ્યારે પારણું થયું ત્યારે દેવોએ સાડા બારકોટિ સુવર્ણ દ્રવ્યની વૃષ્ટિ કરી. પ્રભુ પરિષદને સહેતા વિચારવા લાગ્યા. ૧ર વર્ષ પૂર્ણ થયે પોષ સુદ એકાદશીએ તેમને સહસ્સામ્રવનમાં, સપ્તપર્ણ વૃક્ષ નીચે રોહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ પ્રભુ વિચરતા ધર્મદેશના આપવા લાગ્યા. દીક્ષાના દિવસથી એક અંગ (પૂર્વાગ) ઓછા એવા ૧ લાખ પૂર્વ ગયા. બોતેર લાખ પૂર્વનું સંપૂર્ણ આયુ પૂરું થયું ત્યારે ચૈત્ર માસની શુકલ પંચમીએ એક માસનું અનશન કરી, પર્યકાસને સમેત શિખરમાં હજાર મુનિ સાથે મોક્ષે ગયા. પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન હતા. પ્રભુને ૯૫ ગણધર, ૧ લાખ મુનિ, ૩ લાખને ૩૦ હજાર સાધ્વી, સાડત્રીસો ચૌદ પૂર્વધારી, એક હજારને સાડાચારસો મનઃ પર્યાયી, ચોરાણુંસો અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવલી, ૧૨ હજારને ૪૦૦ વાદી, વીશ હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખને પીસ્તાળીસ હજાર શ્રાવિકા હતા.
ઋષભપ્રભુના નિવાર્ણથી ૫૦ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણને પામ્યા. મહા સુદ આઠમ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ.
૧૦
X એ
૮ રા
-
સૂ ૧૧ બુ
શ
૫
ગુ
ચું
,
250