Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ભવ પહેલો:- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવર્ત નામે વિજયમાં ખડ્ડી નામે નગરી છે. ત્યા સિંહાવહ રાજા હતો. તેણે સંવરાચાર્ય પાસે જઇને દીક્ષા ગ્રહણ કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું
પર્વ છઠ્ઠું ૧૭.શ્રી કુંથુનાથ ચરિત્ર સર્ગ ૧લો
ભવ બીજોઃ- સર્વાર્થ સિધ્ધમાં અનુત્તર વિમાનમાં દેવતા થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમા સૂરરાજા અને શ્રીદેવી રાણી હતી. સિંહાવહ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુના જેવા મુખવાળા રત્નોનો સમૂહ જોયો તેથી પિતાએ તેનું કુંથુ એવું નામ પાડ્યું. કુંથુ સ્વામી ચક્રવર્તી પણ હતા. ચક્રવર્તીપણે ત્રેવીશ હજાર સાડા સાતસો વર્ષ નિર્ગમન થયા બાદ લોકાંતિક દેવોએ વિનંતી કરી અને એ વિનંતિ સ્વીકારી કુંથુ સ્વામી દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે વ્યાઘ્રસિંહ રાજાને ઘરે પારણું કર્યું. ૧૬ વર્ષ બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૧ માસના અણસણ કરી ૧૦૦૦ મુનિઓની સાથે મોક્ષપદ પામ્યા.
શાંતિનાથ પ્રભુના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ કાળ ગયો ત્યારે શ્રી કુંથુનાથ ભગવાનનું નિર્વાણ થયું.
ચૈત્ર વદ ચૌદસ, કૃતિકા નક્ષત્ર, વૃષભ રાશિ.
૩
૧
સૂ
૧૨
મ
શ
બુ
cat
કે
૧૧
૫ ગુ
288
રા
૧૦
મં ૮
૬
૭
€