Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પર્વ છઠું ૧૮.શ્રી અરનાથ સ્વામી ચરિત્ર સર્ગ રજો પહેલો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સવિજયમાં સુસીમા નામે નગરી છે ત્યાં ધનપતિ રાજા હતો. તેણે સંવરમુનિ પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવ:- નવમાં દેવલોકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં સુદર્શન રાજા હતો. મહાદેવી નામે રાણી હતી. ધનપતિ રાજાનો જીવ દેવલોકમાંથી મહાદેવી રાણીની કુક્ષીથી અવતર્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સુવર્ણમય અર (ગાડીના પૈડાનો આરો) જોયો હતો. તેથી પિતાએ પ્રભુનું અર એવું નામ કર્યું. ર૧૦૦૦ વર્ષ ચક્રવર્તીપણું ભોગવી પુત્ર અરવિંદને રાજ્ય સોંપી અરનાથ પ્રભુએ દીક્ષા લીધી. દીક્ષાના બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘેર પ્રભુએ પારણું કર્યું. છદ્મસ્થપણામાં ૩ વર્ષ ગયા પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા.
૧ માસનું અણસણ કરી મોક્ષપદ પામ્યા.
શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કોટિ હજાર વર્ષે ઉણો પલ્યોપમનો ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. માગશર વદ દશમ, રેવતી નક્ષત્ર, મીન રાશિ.
૮
X શ ૬ રાજ ૪
/
ચં ૧૨ કે
/
જે
૧
/
૧૧
290