Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પાર્શ્વનાથ (૭૭)શ્રીસમેતશિખર પાર્શ્વનાથ (૭૮)શ્રીશેરીસા પાર્શ્વનાથ (૭૯)શ્રી સોગઠીયા પાર્શ્વનાથ (૮૦)શ્રી મહાદેવા પાર્શ્વનાથ (૮૧)શ્રીભટેવા પાર્શ્વનાથ (૮૨)શ્રીઆનંદા પાર્શ્વનાથ (૮૩)શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ (૮૪)અલોકિક પાર્શ્વનાથ (૮૫)શ્રીવિઘ્નહરા પાર્શ્વનાથ (૮૬)શ્રીમંડોવરા પાર્શ્વનાથ (૮૭)શ્રી અજાહરા પાર્શ્વનાથ (૮૮)શ્રીકરેડા પાર્શ્વનાથ (૮૯)શ્રીવહી પાર્શ્વનાથ (૯૦)શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ (૯૧)શ્રીકલ્પદ્રુમ પાર્શ્વનાથ (૯૨)શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ (૯૩)શ્રી અવંતી પાર્શ્વનાથ (૯૪)શ્રીભુવન પાર્શ્વનાથ (૫)શ્રીરાવણ પાર્શ્વનાથ (૯૬)શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ (૯૭)શ્રીકામિતપૂરણ પાર્શ્વનાથ (૯૮)શ્રીસમીના પાર્શ્વનાથ (૯૯)શ્રીમક્ષી પાર્શ્વનાથ (૧૦૦)શ્રી ચંદા પાર્શ્વનાથ (૧૦૧)શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ (૧૦૨)શ્રી ચારૂપ પાર્શ્વનાથ (૧૦૩)શ્રીગિરૂઆ પાર્શ્વનાથ (૧૦૪)શ્રીમનોવાંછિત પાર્શ્વનાથ (૧૦૫)શ્રીચિંતામણી પાર્શ્વનાથ (૧૦૬)શ્રી વિજયચિંતામણી પાર્શ્વનાથ (૧૦૭)શ્રી સોમ ચિંતામણી પાર્શ્વનાથ (૧૦૮)શ્રીગોડીજી પાર્શ્વનાથ .
જૈન ધર્મના ઉપલબ્ધ વર્તમાન આગમો ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ બાદ લખાયેલ છે.
ભગવાન પાર્શ્વનાથની ઐતિહાસિકતા વર્ણવતા. પ્રો. અશોક.એસ.શાહ કહે છે કે,
ભગવાન પાર્શ્વનાથનો ચાતુર્યામ રૂપી સામાયિક ધર્મ ભ.મહાવીરની પહેલા બહુ પ્રચલિત હતો. આ વાત શ્વેતાંબર, દિગંબર પરંપરા ઉપરાંત બૌધ્ધ પાલી સાહિત્યોતર્ગત ઉલ્લેખો ઉપરથી નિઃશંક સિધ્ધ થાય છે." આ ઉપરાંત ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સિધ્ધસેનની ટીકા બુમ્બનિકાય આદિ ગ્રંથોને આધારે પણ પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિકતા જાણી શકાય છે.
ડૉ.હર્મન જેકોબી, ડૉ.રાધાકૃષ્ણનું, ડૉ.શાર્પેટીઅર, પ્રો.ગેરીનોટ, શ્રી કોલમ્બુક, સ્ટીવનસન, એડવર્ડ વગેરે અનેક પશ્ચિમી અને પૂર્વીય વિદ્વાનોએ ભગવાન પાર્શ્વનાથનું ઐતિહાસિક મહત્વ સિધ્ધ કર્યું છે. તેમનો સમય ભગવાન મહાવીરની ૨૫૦ વર્ષ પૂર્વેનો સિધ્ધ કર્યો છે.
ઉપનિષદોના રચના તીર્થંકર પાર્શ્વનાથના થયા પછી થઈ છે.
313