Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શાંતિનાથ ભગવાનના સમયે
સનસ્કુમાર ચક્રવર્તી જ્યારે દેવોની સભામાં ખુદ ઇંદ્ર મહારાજ ચક્રવર્તી સનસ્કુમારના રૂપગુણની ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે આ પ્રશંસા સાંભળી બે દેવો ચમકી ઊડ્યા! હાડ-માંસ અને રૂધિરથી ભરેલી માનવની કાયા શું આટલી રૂપાળી હોય ખરી ! હરગીઝ નહિ.
અને તેઓ ઇંદ્રની વાત જૂઠી ઠરાવવા ભૂદેવના વેશમાં આ ભારત વર્ષના કુરુદેશમાં હસ્તિનાપુરમાં જ્યાં ચક્રવર્તી સનસ્કુમારની રાજધાની હતી ત્યાં આવી ચહ્યા.
સનસ્કુમાર ચક્રવર્તી તે વખતે સ્નાનમંડપમાં સ્નાન કરી રહ્યા હતા.
સેવકોએ જણાવ્યું. મહારાજાધિરાજ! આપના રૂપ ગુણની પ્રશંસા શ્રવણ કરી બે ભૂદેવો દૂરથી આપના દર્શને આવ્યા છે. શી આજ્ઞા છે?
ભલે આવે! મહારાજાએ જવાબ વાળ્યો. અને ભૂદેવના વેશમાં સજ્જ થયેલા બન્ને દેવો ત્યાં આવીને ઉભા રહ્યા. ચક્રવર્તીની કમનીય કાંતિ, અદ્ભુત રૂપ અને અનુપમ સૌંદર્ય નિહાળી તેઓ તો ઠરી જ ગયા, આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને મોમાં આંગળી નાંખી ડોલવા લાગ્યા કે ખરે જ ચક્રવર્તીનું રૂપ અને સૌંદર્ય અનુપમ
ચક્રવર્તી ભૂદેવોનો ભાવ કળી ગયા અને બોલી ઊઠ્યા અરે ભૂદેવો! આ તો હજી કંઈ નથી. જ્યારે હું વસ્ત્રાલંકારથી સજ્જ થઈ સિંહાસન ઉપર બેસીશ ત્યારે જોજો કે કેવું અદ્ભુત રૂપ છે. ચક્રવર્તી અભિમાને ચઢ્યા. શણગાર સજી અને સિંહાસને બિરાજ્યા અને ભૂદેવોને બોલાવ્યા. ચક્રવર્તીએ કહ્યું. જાઓ ભૂદેવો! ભૂદેવો તો ચક્રવર્તીને જોઇને ગુમસુમ બની ગયા અને એમનાં તો હોશકોશ ઉડી ગયા.
ચક્રવર્તીએ પૂછયું. ભૂદેવો! કેમ આમ ગુમસુમ લાગો છો? હર્ષના સ્થાને ખેદ કેમ જણાય છે?
મહારાજ બસ કરો! ઘડી પહેલાનાં રૂપમાં અને આ કાયામાં આસમાન પાતાળ
286